આ નજારો નિહાળો લાઇવ: શુક્ર સંક્રમણ જોવાનો લાસ્ટ ચાન્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાયન્સ સેન્ટરમાં ટેલિસ્કોપ અને સોલાર ગ્લાસિસથી સંક્રમણ બતાવાશે

- ઇન્ટરનેટ કનેકશન હોય તો ઘરે બેઠા પણ આ નજારો લાઇવ નિહાળી શકાશે


સુરતના અવકાશપ્રેમીઓને શુક્ર સંક્રમણનો અદ્ભુત નજારો બતાવવા માટે સિટીલાઇટસ્થિત સાયન્સ સેન્ટરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બુધવારે દુર્લભ નજારો જોવા મળશે. સિટીની કેટલીક સ્કૂલમાં પણ સ્ટુડન્ટ્સને શુક્ર સંક્રમણ બતાવવા માટેના પ્રયાસ કરાયા છે.સાયન્સ સેન્ટર ખાતે બુધવારે સૂર્યાસ્ત સાથે ટેલિસ્કોપ પર સંક્રમણ બતાવાશે. પ્લેનેટોરિયમના ગાઇડ હિમાંશુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સુરતમાં સૂર્યાસ્તથી સવારે ૧૦.૧૯ મિનિટ સુધી સંક્રમણ જોઈ શકાશે. ૧૦.૧૯ મિનિટે સંક્રમણ પૂરૂ થશે. એ પહેલા લગભગ ૧૦.૦૦ વાગ્યે બ્લેક ડ્રોપ ઇફેક્ટ જોવા મળશે. સમગ્ર નજારાને નિહાળવા માટે સોલર ફલ્ટિર ટેલિસ્કોપ તૈયાર કરી દેવાયા છે. આ ચૂકી ગયા તો લાઇફમાં ક્યારેય નહિ જોવા મળે.’સંક્રમણ સમયે શું ન કરવું- ગ્રહણ, સંક્રમણ કે ક્યારેય સૂર્યને નરી આંખે ન જુઓ. - સૂર્ય સામે ટેલિસ્કોપ કે બાયનોકયુલરથી ન જોવું.- ધુમાડિયા કાચ, કલર ફિલ્મ, ગોગલ્સ, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો, એક્સ-રે ફિલ્મ, ફોટોગ્રાફિક સાદી ઘનતાવાળા ફલ્ટિર્સ વગેરે સલામત નથી . - રંગીન પાણીમાં પરાવર્તિત થતું સૂર્યનું પ્રતિબિંબ ન જોવું.- માત્ર પ્રકાશની તીવ્રતા ઘટાડતા સાદા ફલ્ટિર વાપરીને સૂર્ય ન જુઓ.સંક્રમણ સમયે શું કરવું- વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરવામાં આવેલા ફલ્ટિર વાપરીને તમે સીધા જ શુક્ર સંક્રમણ નિહાળી શકો છો.- પિનહોલ કેમેરાની મદદથી સૂર્યનું પ્રતિબિંબ ઝીલીને શુક્ર સંક્રમણ જોઇ શકાય.- ઘેરો વેલ્ડર કાચ (નં.૧૪) પણ સલામત રીતે શુક્ર સંક્રમણ જોવા માટે વાપરી શકાય છે.- મોટેરાંઓની દેખરેખ નીચે જ શુક્રનું સંક્રમણ જોવું અને ખાસ તકેદારી રાખવી.સંક્રમણ જોવા દેશી પ્રસારણ

સદીની સૌથી છેલ્લી ખગોળીય ઘટનાને જોવા


માટે દેશી પદ્ધતિ અપનાવો. જેમ કે એક અરીસો લો, તેને સૂર્ય સામે ધરીને તેનું પ્રતિબિંબ દીવાલ પર પાડૉ. તેમાં જે બ્લેક કલરનો એક દાણા જેવો ટૂકડો દેખાશે તે શુક્ર છે. અરીસો અને દીવાલ વચ્ચે ૪થી૫ મિટરનું અંતર જરૂરી છે. પ્રતિબિંબ કોઇની આંખ પર ન પડે એની ખાસ કાળજી રાખવી.સાદા ચશ્મા કે એક્સરેથી જોવું નહીંશુક્ર સંક્રમણને નરી આંખે જોઇ શકાશે નહી. કારણ કે એનાથી આંખને રંગઅંધત્વનો પ્રોબલેમ થઇ શકે છે. તેના માટે એના સ્પેશિયલ સોલર ગ્લાસિસનો અથવા ટેલિસ્કોપનો ઉપયોગ કરવો. એક્સરે કે સાદા ચશ્માથી પણ એને જોઇ શકાશે નહી પરંતુ ૧૪ નંબરનાં વેલ્ડિંગ ગ્લાસથી તેને નિહાળી શકાય છે.હિમાંશુ દેસાઇ &પ્લેનોટોરિયમ ગાઇડ

વરસાદ કે વાદળા હશે તો પણ જોઇ શકાશે


સાયન્સ સેન્ટરમાં ત્રણ રીતે સંક્રમણ બતાવાશે, જેમાં ટેલિસ્કોપની મદદથી, સોલર ગ્લાસિસ પહેરીને તથા ઇન્ટરનેટ થ્રુ લાઇવ. જો શહેરમાં વાદળા કે વરસાદ હશે એવા સંજોગોમાં હાન્લેથી થઇ રહેલા લાઇવને ઇન્ટરનેટ થ્રુ મોટી સ્ક્રીન પર જોઇ શકાશે. કોઇને નિરાશ થઇને પાછા નહી જવું પડે.ઘરેથી લાઇવ સંક્રમણસદીની છેલ્લી ખગોળિય ઘટનાને હવે ગણતરીનાં જ કલાકો બાકી રહ્યા છે. જો તમારા ઘરે ઇન્ટરનેટ કનેકશન છે તો તમે ઘરે બેઠા પણ આ નજારો લાઇવ નિહાળી શકો છો. ‘વિજ્ઞાનપ્રસાર.જીઓવી.ઇન’ સાઇટ પર શુક્રનું સંક્રમણ લાઇવ બતાવાઇ રહ્યું છે. નાસાની સાઇટ પરથી પણ તમે સંક્રમણ લાઇવ જોઇ શકો છો.