સોમવતી અમાસ નિમિત્તે શહેરમાં ગ્રહ દોષ નિવારવા ઠેર-ઠેર યજ્ઞ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇપણ જાતના ગ્રહદોશને નાથવા માટે એકદમ પવિત્ર ગણાતી સોમવતી અમાસ સોમવારે હોઇ ગ્રહદોશથી પીડાતા લોકો મહાદેવની આરાધના કરીને તથા ગ્રહદોષ નિવારણ યજ્ઞ અને શાંતીયજ્ઞ કરાવ્યું હતું પોરાણિક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કોઇપણ ગ્રહદોષને દુર કરવા માટે સોમવતી અમાસ સૌથી શ્રેષ્ઠ ગણાઇ છે સોમવારે બપોરે ૩ વાગ્યે થી સોમવતી અમાસનો પ્રારંભ થતાની સાથે જ શહેરભરનાં શીવાલયોમાં ભગવાન મહાદેવની પુજા અર્ચના કરવામાં આવી હતી અને ગ્રહશાંતી યજ્ઞો પણ કરવામાં આવ્યા હતા.

ખાસ કાલસર્પ દોષ ધરાવતા લોકોએ આ દિવસે કાલસર્પ યોગ પુજા કરી હતી જેથી તેનો પ્રભાવ ઓછો થાય છે. બપોરે ત્રણ વાગ્યાથી સોમવતી અમાસનો પ્રારંભ થયો હતો જેમાં શહેરભરમાં વિવિધ જગ્યાઓએ હોમ હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ દિવસે આધશક્તિનાં મત્રોથી સિદ્ધ કરેલ માળા પણ ઘણા ભકતો દ્વારા ધારણ કરવામાં આવી હતી. મંગળવારે સાંજે ૪ વાગ્યા સુધી સોમવતી અમાસ ચાલશે જેથી મંળવારે સાંજે ચાર વાગ્યા સુધી યજ્ઞ અને ગ્રહશાંતીના કાર્યક્રમો થતા રહેશે.

વર્ષમાં એકવાર આવતી સોમવતી અમાસનાં દિને દાન ધર્મ પણ ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ ગાયને ઘાસ ખવડાવાથી પણ ગ્રહદોષમાં રાહત થતી હોય ઘણા લોકોએ પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસ ખવડાવ્યું હતું. સોમવતી અમાસમાં ઘણી જગ્યાએ પિતૃદોષની પણ પુજા કરવામાં આવી હતી.

ગ્રહદોષને નાથવા માટે વર્ષમાં એક વખત આવતી સોમવતી અમાસનાં દિને શહેરમાં ઠેર ઠેર યજ્ઞ અને હવન કરવામાં આવ્યા હતાં સાથે મંદિરોમાં પણ ગ્રહશાંતી માટેની પુજા કરવામાં આવી હતી જેને લઇ પુજા પાઠ અને હવન કરાવનાર મહારાજો અને પુજારીઓને ચાંદી થઇ ગઇ હતી. વિવિધ પુજા અને હવન થકી મહારાજોને સારીએવી દાન દક્ષિણ મળી ગઇ હતી.