મહુડી-ટીચકીયાનો રસ્તો બિસ્માર, લોકોમાં રોષની લાગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તથા વ્યારા તાલુકાને જોડતા રસ્તાની દુર્દશાથી લોકોમાં રોષની લાગણી

મોઘવાણ, મહુડી થઈ ટીચકીયા ગામને જોડતો રસ્તો અત્યંત બિસમાર બની ગયો હોય રસ્તેથી પસાર થતા વાહન ધરાકોનેઅનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ આ રસ્તો નવેસરથી બનાવી આપવાની માંગ કરી છે. સોનગઢ તાલુકાના મોઘવાણથી મહુડી થઈ ટીચકીયાને રસ્તો સાવ ખરાબ થઈ ગયો છે. આ રસ્તા પર ઠેકઠેકાણે ઉંડા ખાડા પડી ગયા છે. રસ્તાની ધાર પણ ઘણે ટેકાણે તૂટી ગઈ છે. રસ્તામાં પુરવામાં આવેલ કપચી પણ બહાર નીકળી ગઈ છે.

આ રસ્તા પર બનાવાયેલા નાના મોટા ગરનાળા પણ બિસમાર સ્થિતિએ તુટવા માંડયા છે. આવા રસ્તો સોનગઢ તાલુકાન ગામડાને વ્યારા તાલુકા સાથે જોડતો અગત્યનો રસ્તો છે. આ રસ્તો આગળ વધી વ્યારા આહવા તથા ભેંસકાતરી રસ્તા સાથે ભેગા થાય છે. રસ્તા પર થઈ બારેમાસ વાહન વ્યવહાર અવિરત પણે ચાલ્યા કરે છે. આમ આ ગત્યનો ગણાતો રસ્તો બિસમાર હોય એની દુદર્શાને કારણે લોકોમાં અત્યંત રોષની લાગણી ઊભી થઈ છે.

રસ્તો નવેસરથી બનાવી આપવા માગણી
આ બાબતે ટીચકીયા ગામના અગ્રણી લાભજીભાઈ ગામીતના જણાવ્યા પ્રમાણે આ રસ્તેથી પસાર થતી ઈંટો ભરેલી અસંખ્ય ટ્રકોને કારણે રસ્તાનો સ્થિતિ બગડી ગઈ છે. તેમણે તથા ગ્રામજનોએ ચૂંટણી બાદ રસ્તો નવેસરથી બનાવી આપવાની માંગ કરી હતી.