• Gujarati News
  • Pending Files Does Not Present Enough Evidence To Be Filed

બારડોલી: પેન્ડિંગ ફાઈલો પૂરતા પુરાવા રજૂ ન કરે તો દફતરે લેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી પાલિકાની ટીપી મિટિંગમાં 15 ફાઈલો મંજૂર
ટીપીની મિટિંગ હવે મહિનાના દર ત્રીજા બુધવારે મળશે
બારડોલી: બારડોલી પાલિકાની ટાઉન પ્લાનિંગ ત્રણ માસ બાદ મળી હતી. જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. હવે દર મહિનાનાત્રીજા બુધવારે ટીપી મિટિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી કરી જરૂરિયાતમંદોએ બાંધકામની પરવાનગી અંગે લાંબો સમય વાટ જોવાની રહેશે નહીં. ફાઈલમાં પુરા દસ્તાવેજી પુરાવા હશે તો મહિનામાં જ પરવાનગી મળી જશે. આજનીમિટિંગમાં માંજ 15 જેટલી ફાઈલોને મંજૂરી મળી હતી. બાકીની એસી જેટલી ફેઈલોમાં ક્વેરી નીકળી હતી.બુધવારના બપોરના 12.00 વાગ્યે નગરપાલિકાના સભાખંડમાં ટાઉન પ્લાનિંગની મિટિંગ ટીપી ચેરમેન નિલેશભાઈ ગુપ્તાની હાજરીમાં નગરનિયોજક, બારડોલી પ્રાંત અધિકારી, કે. રાજેશ અને ચીફ ઓફિસર વી. એન. પરીખની ઉપસ્થિતિમાં મિટિંગ શરૂ કરવામાં આવી હતી. ત્રણ મહિના બાદ મળેલી મિટિંગ 80-90 જેટલી કોર્મશીયલ અને રેસીડેન્સીયલ ફાઈલો મુકવામાં આવી હતી. જેમાં 15 જેટલી ફાઈલોની ચકાસણી બાદ પાસ થઈ હતી.
બાકીની એસી જેટલી ફાઈલો મંગળવાર સુધીમાં આવી અધૂરા બાકીના દસ્તાવેજી પુરાવાના અભાવે રિજેક્ટ કરવામાં આવી હતી. આ ફાઈલોમાં ખુટતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટે એક અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ફાઈલમાં ખુટતા પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો આવી ફાઈલો દફતરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દફતરે ફાઈલ થતાં અરજદારે ફરી નવેસરથી ફાઈલ તૈયાર કરવાની રહેશે. પાલિકામાં હવે દર મહિનાના ત્રીજા બુધવારે ટીપીની મિટિંગ લેવાનું નક્કી થયું છે.
જેના કારણે ઘણા સમય સુધી મિટિંગ ન મળતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડતી હતી. પરંતુ હવે એક માસમાં જ બાંધકામની પરવાનગી મળી જશે. જે માટે જરૂરી તમામ પુરાવા રજૂ કરવાના રહેશે. નગરના એન્જિનિયરોને પણ સૂચના આપવામાં આવી છે કે મહિનાની એકથી દશ તારીખ સુધીમાં બાંધકામની ફાઈલ પાલિકામાં જમા કરાવવની રહેશે. તો જ મહિનામાં મળનાર ટીપીની મિટિંગમાં લેવામાં આવશે. જેથી કરી ચાર દિવસમાં નગર નિયોજક ફાઈલની ચકાસણી કરી શકશે.
કન્સલ્ટન્ટ ઈજનેરોની પણ બેઠક મળી
પાલિકામાં ટીપીની મિટિંગ બાદ નગરના કન્સલટન્ટ એન્જિનિયરોની પણ મિટિંગ પ્રાંત અધિકારી, નગર નિયોજક, ચીફ ઓફિસર અને ટીપી ચેરમેને લીધી હતી. જેમાં કડક સૂચના પવામાં આવી છે. બાંધકામ અંગેની ફાઈલોમાં ક્વેરી આવવી જોઈએ નહીં. એન્જિનિયરોને ફાઈલો અંગેની ક્વેરી ન આવે તો તેમાટે પૂરતી સમજ આપવામાં આવી હતી. જેથી એન્જિનિયરોના પ્રશ્નોનું પણ નિરાકરણ આવી ગયું .