તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે, નહીં ચાલે આપરેટરોની મનમાની: ચેનલ જુઓ એટલાના જ રૂપિયા ચુકવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી ૧પ જુલાઇથી નવો નિયમ લાગુ કરી દેવા ટ્રાઇનો આદેશ
તમે જે ચેનલ પસંદ કરશો તેટલી જ ચેનલનું ભાડું કેબલ ઓપરેટર લઈ શકશે
ફ્રી ટુ એર ચેનલોના ૧૦૦ ચૂકવવાના રહેશે
ઓપરેટર સેવા બરાબર નહીં આપતો હોય તો સીધા ટ્રાઇને ફરિયાદ કરી શકાશે
સેટટોપ બોક્સ લાગી ગયા પછી પણ અનેક ચેનલો દેખાતી નથી છતાં તમારે નાણાં ચૂકવવા પડી રહ્યા હોય તો હવે ખુશખબર છે. આગામી ૧પ જુલાઈથી કેબલ ઓપરેટરો ચેનલ દીઠ નાણાં જ વસૂલી શકશે. એટલેકે તમે નક્કી કરેલી ચેનલ જ તમને જોવા મળશે અને તેના જ નાણાં ચૂકવવાના રહેશે. હાલમાં પેકેજ દીઠ જે લમસમ નાણા લેવાય છે, તે ઓપરેટરો લઇ નહીં શકે. તા. ૧પ જુલાઈ સુધીમાં તમામ કેબલ ઓપરેટરો અને કંપનીઓને ટ્રાઇએ ભાડાની વિગતો આપી દેવા અલ્ટિમેટમ આપી દીધું છે.
સિટી મામલતદાર કચેરી મારફત જાણવા મળતી વિગતો અનુસાર ચેનલ પ્રોવાઇડર કંપનીઓ પોતાની રીતેજ ચોક્કસ ચેનલ પેકેજની સ્કીમો ઘોષિત કરી દેતી હતી.તેને કારણે ન જોઇતી ચેનલો પણ ગ્રાહકોએ લેવી પડતી હતી, પરંતુ ચેનલ પ્રોવાઇડર કંપનીઓની આ મોનોપોલી તા.૧પ જુલાઇ પછી સમાપ્ત થઇ જશે. ટ્રાઇએ આ મામલે તા.૧પમી જુલાઇ સુધી તમામ કેબલ ઓપરેટરો અને કંપનીઓને અલ્ટીમેટમ આપી દીધું છે.આ ઉપરાંત (ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયા) ટ્રાઇ આવતા થોડા દિવસોમાં હેલ્પ લાઇન નંબર પણ શરૂ કરશે. જેમાં જે તે કેબલ પ્રોવાઇડર કંપની કે પછી ઓપરેટરની સીધી ફરિયાદ કરી શકાશે. ડીટીએચ કંપનીઓએ પણ તા.૧પ જુલાઇથી આ કાયદાનો ફરજિયાત અમલ કરવાનો રહેશે.
હાલમાં કેબલ ઓપરેટરો ઘર દીઠ ભાડુ વસૂલે છે પરંતુ ટ્રાઇની નવી દરખાસ્ત પ્રમાણે તા. ૧પ જુલાઇ પછી તમારા ઘરમાં જેટલા ટીવી હશે તેટલો દર લાગુ થશે. ઉદાહરણ તરીકે તમારા ઘરમાં ચાર ટીવી અલગ અલગ રૂમોમાં છે, તો તમારે સેટ ટોપ બોકસની સંખ્યા પ્રમાણે ચેનલોનું ભાડુ ચૂકવવું પડશે.
હવે મનપસંદ ચેનલ જોવાની સાથે ભાડામાં પણ ફાયદો