તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Patidar Community Couple Will Be Free To Take A Charter Plane From Surat Somnath

લગ્નનો વરઘોડો ન કાઢનાર દંપતીને મફતમાં સોમનાથની હવાઇ મુસાફરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મથુરભાઇ સવાણીની ફાઇલ તસવીર )

- લગ્નનો વરઘોડો ન કાઢનાર દંપતીને મફતમાં સોમનાથની હવાઇ મુસાફરી
- ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા પાટીદાર સમાજનુ નમૂનેદાર પગલું

સુરત: સુરતમાં વધતો ટ્રાફિક અને વાહનોના કારણે થતું પ્રદુષણ અટકવવા માટે પાટીદાર સમાજે લગ્નનો વરઘોડો નહીં કાઢવાની પહેલ કરી છે. હવે લગ્નનો વરઘોડો નહીં કાઢનાર નવદંપતીને મફતમાં હવાઇ મુસાફરી કરીને સોમનાથ મહાદેવના દર્શન કરવાની તક મળશે. તે માટેની તમામ તૈયારીઓ પાટીદાર સમાજે શરૂ કરી દીધી છે. લગ્નનો વરઘોડો હોય એટલે વધારે ટ્રાફિક જામ થાય છે. તેના કારણે વધારે પ્રદુષણ થાય છે. ત્રણેક વર્ષ પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓએ ભેગા થઇને લગ્નનો વરઘોડો નહીં કાઢવાની જાહેરાતની સાથે અપીલ કરી હતી.

આ અપીલની અસર એ થઇ કે અડધા લગ્નોમાં વરઘોડો નથી નિકળતો. હવે લગ્ન કરનારા સેંકડો દંપતી પૈકી 4 દંપતીને મફતમાં ચાર્ટર પ્લેનમાં સુરતથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે મોકલવામાં આવશે.માત્ર 5 કલાકમાં દંપતી સુરતથી સોમનાથ પહોંચીને દર્શન કરીને પરત ફરશે.
ચાર્ટર પ્લેનમાં લઈ જવા- લાવવાની વ્યવસ્થા કરાશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો.....