તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Parsi Teacher Given Free Education Of Poor Children Latest News Vyara

શિક્ષક નહીં છતાં શિક્ષણ ધર્મ અપનાવતી પારસી મહિલા, 21 વર્ષથી આપે છે મફત જ્ઞાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( પહેલો ફોટો પ્રતિકાત્મક છે અને ઇન્સેટ ફોટોમાં પારસી શિક્ષક )

શિક્ષક નહીં છતાં શિક્ષણ ધર્મ અપનાવતી પારસી મહિલા
વ્યારા વિસ્તારમાં 21 વર્ષના સમયગાળામાં અનાયતાબહેન જોખીએ ગરીબ બાળકોને મફત જ્ઞાન પીરસ્યું છે

વ્યારા: આજે શિક્ષણને વ્યપાર બનાવી દેતા ઠેરઠેર ટ્યૂશન ક્લાસો ખોલી શિક્ષણને કમાણીનું સાધન બનાવી દેતા જેમાં શિક્ષણનો મૂળ હેતુ ભૂલાઈ જતો હોય એવું લાગી રહ્યું છે. શિક્ષક એટલે ગુરુ અને ગુરુનું સ્થાન હંમેશા પર જ હોય છે. શિક્ષક હોય અને બાળકોને જ્ઞાન આપે એ સમાન્ય વાત છે. પરંતુ શિક્ષણ ન હોય અને બાળકોને શિક્ષણ પુરુ પાડે એ સામાન્ય બાબત નથી. આવું જ કંઈક તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે કપુરામાં રહેતી પારસી મહિલા છેલ્લા 21 વર્ષથી કપુર અને વ્યાર ખાતે નિ:શુલ્ક અને નિસ્વાર્થ ભાવે શિક્ષણનું ભાઠુ પીરસી પંથકના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી ધ્યેય સાર્થક કરી રહ્યાં છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે પારસી ફળિયામાં રહેતા પરવેઝભાઈ જમશેદજી જોખી તથા તેની પત્ની અનાયતાબહેન જોખી રહે છે. અનાયતાબહેને કપુરા સહિત પંથકના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું બીદુ ઉપાડ્યું હતું. આની શરૂઆત 1992થી કરી હતી.ગ્રામ્ય વિસ્તારના બાળકોને અંગ્રેજી ભાષાના પ્રભુત્વના અભાવે ભવિષ્યમાં અંગ્રેજી ભાષા તેમની કેટલી મહત્વની બની રહે તે હેતુસર તેમના પતિ પરવેઝભાઈ સાથે વિચાર વિમર્સ કરી જેમાં તેમણે અનુમતી આપી દેતા શરૂઆતમાં કપુરાના ગુજરાતી માધ્યમના 10 બાળકોને સાંજના સમયે શિક્ષણ આપવાનું શરૂ કર્યુ હતું જેમાં તે બાળકોનું સારું પરિણામ આવ્યું હતું. પંથકમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોના વાલીઓ પોતાના બાળકોને પણ અભ્યાસ અર્થે મુક્યા હતાં.

21 વર્ષના સમયગાળા દરમિયાન અનાયતા જોખીએ સિનિયર કે. જી. થી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ગુજરાતી જેવા વિષયો પર અત્યાર સુધી 200થી વધુ બાળકોને જ્ઞાનનું ભાથુ પીરસી તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી દીધુ હતું. તેમના હાથ નીચે અભ્યાસ કરેલા બાળકો પૈકી કેટલાય બાળકો સફળતાની કેડીઓ કંડારી છે.હાલ અનાયતાબહેન જોખી તથા પરવેઝભાઈ જોખી વ્યારા ખાતે ભરતનગર સ્ટેશન રોડ ખાતે સ્થાયી થઈ જતાં હાલ ત્રણ વિદ્યાર્થીઓ શિક્ષણ આપી તેમનો ધર્મ બનાવી રહ્યાં છે. ત્યારે હાલ શિક્ષણ માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર વિના મૂલ્યે શિક્ષણ આપતી મહિલાથી નોંધ ગત 2009માં તાપી જિલ્લા શિક્ષણ વિભાગે લીધી હતી.
આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...