તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂર્યોદય સાથે ઝળહળતી પહાડોની ટોચ એટલે પંચચુલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાંચલમાં આવેલું આ ડેસ્ટિનેશન ટુરિસ્ટોથી હજુ થોડું અજાણ છે
અહીંના ખીણ પ્રદેશોમાં હજુ પણ હિ‌માલય સંસ્કૃતિ સચવાઈ છે
હિ‌ન્દી ફિલ્મના એક દેશભક્તિ ગીતની લાઈન્સ છે... 'જહાં સૂરજ આકર સબસે પહેલા ડાલે અપના ડેરા, વો ભારત દેશ હૈ મેરા’ ભારત અને વિશ્વમાં ઘણા એવા સનસેટ પોઈન્ટ છે જે ઘણા ટૂરિસ્ટને પોતાની તરફ આકર્ષે છે, પણ હાલમાં સુરતના બે દંપતી એવા અનોખા ડેસ્ટિનેશન પર જઈને આવ્યા છે, જ્યાં સૂર્યનું પહેલું કિરણ કેવું હોય અને પહેલું કિરણ જ્યારે પર્વતની ટોચ પર પડે ત્યારે કેવું રોમાંચક અને નયન રમ્ય દૃશ્ય સર્જાય તેની સફર આજે આપણે કરવાની છે.
દોસ્તો, આ જગ્યા છે ઉત્તરાંચલના કુમાઉ વિસ્તારમાં આવેલી પર્વતમાળાઓની પંચચુલી પિક્સ. હાલમાં જ સુરતના બે દંપતી ભરત શેઠ, મીરાં શેઠ તેમજ પિયુષ સાંઘાણી આ સ્થળની મુલાકાત લઈ આવ્યા અને તેમણે આ સ્થળે માણેલા નયનરમ્ય દૃશ્યોની સાથે ત્યાંના અદભૂત અનુભવની વાત 'સિટી ભાસ્કર’ સાથે શેર કરી...
ભરતભાઈ અને મીરાંબહેન કહે છે કે આ જગ્યાના પ્રાકૃતિક મહત્ત્વની સાથે અહીં એક દંતકથા પણ જોડાયેલી છે. પંચચુલી પિક્સના પાંચ પર્વતોના નામ પાંડવો પરથી પાડવામાં આવ્યા છે. પાંડવો જ્યારે હસ્તિનાપુર છોડીને સ્વર્ગ મેળવવા હિ‌માલય પર ગયા હતા ત્યારે તેમણે સ્વર્ગમાં જતા પહેલા પોતાનું છેલ્લું ભોજન આ પાંચ પર્વત પાસે ચુલો સળગાવીને લીધું હતું.