ઓર્કિડ માર્કેટના બિલ્ડર સુરાનાએ બીજી બિલ્ડીંગોમાં પણ લાપરવાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડીંગમાં સુરાનાએ પાકીર્ગ અને ટોપ ફલોર પણ વેચી માર્યા હોવાનો પ્રમુખનો આક્ષેપ

સહરાદરવાજા વિસ્તારમાં આવેલી ઓકર્ડિ ટેક્સટાઇલ માર્કેટનું બાંધકામ કરનાર બિલ્ડર સંજય સુરાના અને બાબુલાલ સુરાનાએ શહેરની અન્ય ર્કોમશિયલ માર્કેટમાં પણ ફાયર સેફટીના મામલે કોઈ દરકાર કરી ન હોવાનું જાણવા મળ્યું છે.બિલ્ડીંગો બનાવીને કરોડો રૂપિયા ગજવે ઘાલીને આ બિલ્ડરો વેપારીઓને ભગવાન ભરોસે છોડી દે છે.ઓકર્ડિ માર્કેટમાં ભયંકર આગની ધટનાને કારણે અનેક વેપારીઓ આર્થિ‌ક રીતે તબાહ થઈ ગયા છે, બિલ્ડર દર મહિ‌ને હજારો રૂપિયા મેઇન્ટેનન્સ ઉઘરાવતો હોવા છતા ઓર્કિડ માર્કેટમાં ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી નહોતી. ઓર્કિડ માર્કેટ ઉપરાંત સુરાનાએ બાંધેલી જીવનદીપ, આઇટીસી બિલ્ડીંગ અને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં પણ ફાયર સેફટીના નામે લોચા જ લોચા છે.

ઓર્કિડ માર્કેટમા આગની ઘટના પછી ઘણી બિલ્ડીંગના પ્રમુખો દોડતા થઈ ગયા છે. રીંગરોડ પર આવેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પણ સંજય સુરાનાએ બનાવેલી છે અને ૧૬૦ ઓફીસો આ બિલ્ડીંગમાં આવેલી છે.એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં મેઇન્ટેનન્સ માટે કો. ઓ. સોસાયટી બનાવવામાં આવી છે, જેના પ્રમુખ સુનિલ ઝાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે પાલિકાના ફાયર વિભાગે અમને નોટીસ મોકલાવી છે કે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં ફસ્ર્ટ એઇડ ફાયર એસ્ટીગ્યુશર્સ અપુરતી સંખ્યામાં છે.તેમજ ટેરેસ પર ફાયર પંપનું કનેકશન અંડરગ્રાઉન્ડ ટેન્ક સાથે હોવું જોઇએ તે કરવામાં આવ્યું નથી.૩૦ દિવસની અંદર ફાયર સેફટી સીસ્ટમ કાર્યરત કરવાની ફાયરે નોટીસ આપી છે.
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....