• Gujarati News
  • Only Nine People Come In Lock Darbar At Surat Latest News

લોક દરબારનો ફિયાસ્કો : 4 લાખની વસ્તી માથી ફરિયાદ માટે માત્ર 9 આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોક દરબારનો ફિયાસ્કો : 4 લાખની વસ્તી માથી ફરિયાદ માટે માત્ર 9 આવ્યા
માત્ર વોટ્સ એપ પર મહિને 1300થી વધુ ફરિયાદો, પણ લોકદરબાર માંથી ગાયબ
લોકના પ્રશ્નો ઝડપથી ઉકેલાતા હોવાનો હાસ્યાસ્પદ બચાવ પણ હકિકત કંઈક અલગ
સુરત: મહાનગરપાલિકા લોકોના પ્રશ્રનુ ઝડપથી નિરાકરણ કરે છે તેવુ ફુલ ગુલાબી ચિત્ર રજુ કરવાનો પ્રયાસ કરાયો છે. કારણ કે અત્યાર સુધી યોજાયેલા ત્રણ લોક દરબારમાં કુલ્લે 77 જેટલી ફરીયાદો મળી છે. જ્યારે પાલિકાને વોટસ એપ પર રોજની 45 ફરીયાદો મળી રહી છે. જેથી દર મહિને 1350 કરતા વધુ ફરીયાદો મહાનગરપાલિકાને ફકત વોટસ એપ પર મળી રહી છે. આ ઉપરાંત વોર્ડ ઓફિસમાં ઝોન ઓફિસમાં મળતી ફરીયાદોની સંખ્યા ગણવામાં આવે તો આંકડો હજુ ઉપર જાય તેમ છે. જેના કારણે લોક દરબારમાં લોકોની ફરીયાદો લેવામાં આવતી નહી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે. સાથે સાથે જે લોકો દ્વારા લોક દરબારમાં ફરીયાદ કરાય તે પહેલા જ તેની ફરીયાદ નિકાલ કરી દેવામાં આવતી હોવાનુ આભાસી ચિત્ર રજુ કરાયુ છે. સેન્ટ્રલ ઝોનના લોક દરબારમાં સેન્ટ્રલ ઝોનમાં સાત વોર્ડમાં ચાર લાખની વસ્તી સામે નવ જ લોકોને સમસ્યા છે તેેવો પણ પ્રશ્ર ઉભો થયો છે.
અધિકારી ફરિયાદ દબાવી દે છે
લોક દરબારમાં અનેક પ્રશ્રોની રજુઆત સ્થાનિકો દ્વારા વારંવાર ઝોન કક્ષાએ કરવામાં આવતા હોવા છતાં તેનો નિકાલ કરવામાં નિરસતા દાખવવામાં આવે છે. ત્યાર બાદ લોક દરબારમાં તે પ્રશ્ર રજુ થાય એટલે તાબડતોબ કામગીરી બતાવવા માટે પુછાયેલા પ્રશ્રોની કામગીરી કરી નાંખવામાં આવે છે. જ્યારે છેલ્લા બે વર્ષથી આવા અનેક પ્રશ્રોનો નિકાલ કરવામાં આવતો નહી હોવાની પણ પસ્તાળ આજના લોક દરબારમાં વહીવટીતંત્ર પર પાડવામાં આવી હતી. તેમાં પણ દબાણ અને ગેરકાયદે બાંધકામને લગતી ફરીયાદ હોય તો તેનો નિકાલ હંગામી ધોરણે કરી દેવામાં આવતો હોય છે.
લોક દરબાર પહેલા નિરાકરણ
લોક દરબારમાં પ્રશ્ર પુછાય તે પહેલા જ તેનો નિકાલ કરી દેવાય છે. અનેક વખત રજુઆત કરવામાં આવતી હોવા છતાં જે પ્રશ્રનો નિકાલ થતો નહીં અને તે પ્રશ્ર લોક દરબારમાં રજુ કરવામાંં આવે અેટલે અરજદારના પ્રશ્રોનો નિકાલ કરવાની ખાત્રી આપી દેવામાં આવે છે અથવા તો કામગીરી કરી નાંખવામાં આવે છે જેથી પ્રશ્ર જ રહે નહીં.
ગેર કાયદે બાંધકામની ફરિયાદ કરનારાના નામો અિધકારીઓ જ જાહેર કરી નાખે છે
ફરિયાદ મળતા અધિકારીઓને કાર્યવાહીનો રીપોર્ટ મોકલવા મંત્રીની તાકીદ

સુરત: કોટ વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામો હોવાની વ્યાપક ફરિયાદ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને લોકો દ્વારા કરવામાં આવતી હોવા છતા તેની સામે કારaાઓના નામ જાહેર કરાતા હોવાનો આક્ષેપ લોકદરબારમાં મંત્રી સામે કરાયો હતો.જેના કારણે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ બચાવપક્ષની ભૂમિકામાં આવી ગયા હતા. આ બાબતે મંત્રીએ પાલિકાના અધિકારીઓે ગેરકાયદે બાંધકામની ફરિયાદોનું લીસ્ટ બનાવી તેના સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી તેનો રીપોર્ટ ગાંધીનગર મોકલવા માટે અધિકારીઓને જણાવ્યું હતું.
અલથાણ ટેનામેન્ટ માટે નવી પોલીસી
25 વર્ષ જુનુ અલથાણ ટેનામેન્ટને તેજ સ્થળે ફરી બનાવવામાં આવે તે પ્રમાણેની પોલીસી બનાવવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવે ત્યાર બાદ આ પોલીસીનો અમલ સમગ્ર રાજ્યમાં પણ કરી શકાય તે દિશામાં આગળ વધવા માટેના આદેશ રાજ્ય કક્ષાના ગૃહ નિર્માણ અને હાઉસીંગ વિભાગના મંત્રી શંકર ચૌધરી અઠવા ઝોનમાં યોજાયેલા લોકદરબારમાં આપ્યા છે. શહેરમાં સૌથી પહેલુ ટેનામેન્ટ મહાનગરપાલિકાએ અલથાણ બનાવ્યુ હતુ. તે વાતને 25 વર્ષ જેટલો સમય વિતી જવાને કારણે તેને ફરી બનાવવુ પડે તેવી સ્થિતી સર્જાઈ છે. પરંતુ આ ટેનામેન્ટમાં રહેનારા 800 પરિવાર મધ્યમવર્ગના હોવાથી આ ટેનામેન્ટને મહાનગરપાલિકા દ્વારા જ બનાવવામાં આવે તેવી માંગણી ટેનામેન્ટવાસીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરવામાંં આવી રહી છે. પરંતુ આ માટે નવી પોલિસી બનાવવી પડે તેમ હોવાથી બે વર્ષથી વાત અટકી છે.