ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશની માહિ‌તી માટે જબરજસ્ત ધસારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ ૧૨ સાયન્સનું ઊંચું પરિણામ આવ્યું હોવાથી વિદ્યાર્થી પ્રવેશમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે તેવી વિદ્યાર્થી‍ઓ અને વાલીઓમાં છાપ છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થી‍ઓ ઘણા બધા પ્રશ્નો મુંઝવતાં હોય છે. પ્રવેશને લગતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી રવિવારે પાલમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરીયમમાં એક સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧પ૦૦ કરતા વધુ વાલીઓ અને વિદ્યાર્થી‍ઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ર્કોષીસ (એસસીપીસી) અમદાવાદના પ્રતિનિધિ જે.આર.પટેલ અને એસ.આર.જોશીએ એન્જિનીયરીંગ, આર્કિટેક્ચર અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશની વિગતો આપી હતી. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કઇ રીતે કાર્ય કરે છે, મેરિટ કઇ રીતે તૈયાર થાય છે અને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જેવા પાસાઓ રજૂ કર્યા હતા.

પ્રક્રિયામાં મદદ રૂપ થવા સુરતમાં ત્રણ સેન્ટરો શરૂ કરાશે
એસીપીલી દ્વારા પ્રવેશ પ્રક્રિયાના ફોર્મની વહેંચણી શરૂ કર્યા બાદ સુરતમાં ત્રણ હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવશે.આ સેન્ટરો પરથી તેઓ ઓનલાઇન પ્રવેશને લગતી કોઇ પણ મુશ્કેલી પડે તો આ સેન્ટર પર જઇ શકે છે અને ત્યાર રહેલા કાઉન્સીલર પાસેથી ફ્રીમાં માહિ‌તી મેળવી શકે છે.

કેટલાક વિદ્યાર્થી‍ -લોકોએ પરત ફરવુ પડયું
હાલમાં જ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવતા વિદ્યાર્થી‍ઓ એન્જિનીયરીંગ,આર્કિટેક્ચર અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ કઇ રીતે મેળવો તેના માહિ‌તી આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં સવારે નવ વાગ્યેથી જ મોટા પ્રમાણમાં લોકો પહોંચી ગયા હતા.ત્યાર બાદ પણ કેટલાક વિદ્યાર્થી‍ઓ અને વાલીઓ માર્ગદર્શન માટે પહોંચ્યા હતા.પરંતુ ઓડિટોરીયમ ફુલ થઇ જતા તેઓને નિરાશ થઇ પરત ફરવુ પડયું હતું.

એડમિશનને લગતી તમામ માહિ‌તી આ વેબસાઇટ પરથી મેળવી શકાશે
એડમિશન લેવા માટે જે પણ વિદ્યાર્થી‍ઓ કોલેજ અને કઇ બ્રાંચમાં કેટલી સીટો છે.તેના વિશે સંપૂર્ણ માહિ‌તી વેબસાઇટ: www.jacpwkcdtec.ac.in પરથી મળી રહેશે.જેમાં એડમિશનને લગતા પ્રશ્નો માટે ખાસ એફએકયૂ આપેલા છે.જેના દ્વાર પર પ્રવેશને લગતી મુશ્કેલી દૂર થઇ શકશે.

મેરીટ કેવી રીતે થાય તે જાણ્યું
મારી પુત્રી આ વર્ષે ધોરણ ૧૨માં આવી છે. જેના માટે એડવાન્સમાં જ અમે આ સેમિનારમાં આવ્યા હતા. અમને ખ્યાલ આવ્યો કે મેરિટ કઇ રીતે તૈયાર કરી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. આ માહિ‌તી અમે નોટ કરી રાખી છે જેના આધારે મારી પુત્રીને આવતા વર્ષે કોઇ કન્ફ્યુઝન ન રહે,’ -મનિષા ઝાંબુડી, વાલી

મહત્વની માહિ‌તી મળી
આ કાર્યક્રમમાં અમને ઘણી મહત્વની માહિ‌તી મળી. ઓનલાઇન એડમિશન કઇ રીતે કરવુ તેનો ડેમો આપ્યો જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થી‍ઓ આસાનીથી સમજી શકે છે. આ ઉપરાંત કેટલી ગવર્મેન્ટ અને કેટલી સેલ્ફાઇનાન્સ કોલેજો છે તે પણ જાણવા મળ્યું.’ -પરેશ શુક્લા, વાલી

પ્રવેશ માટે ઉતાવળ ન કરો
રિઝલ્ટ વધુ હોવા છતા વાલીઓએ પ્રવેશ માટે ઉતાવળ કરવાની જરૂરીયાત નથી. હાલ એન્જિનીયરીંગમાં ૬૨ હજારથી વધુ સીટો છે અને પરીક્ષામાં ક્વોલિફાઇ થયેલા વિદ્યાર્થી‍ઓ ૬૪ હજાર જેટલા છે. આગામી દિવસોમાં નવી કોલેજોને મંજૂરી મળતા સીટો ખાલી રહેવાની પણ શક્યતા છે. --જે.આર.પટેલ, પ્રતિનીધી,એસીપીસી