સુરતમાં ભાડાના મકાનથી કંટાળી યુવકે કર્યો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાની માલિકીનું મકાન ખરીદી આપવા પતિને વારંવાર કહ્યું તેમ છતાં પતિ ભાડાના ઘરમાં જ રાખતો હતો પૂણાગામાં બુટભવાની રોડ પર આવેલી અંજનિ સોસાયટીમાં રહેતી એક પરિણીતાને પોતાની માલિકીના ઘરમાં રહેવાની ઇચ્છા હતી પરંતુ પતિ ઘર લઈ આપતો ન હતો. આ બાબતે બંને વચ્ચે આઠેક દિવસ પહેલા ઝઘડો પણ થયો હતો.આખરે કંટાળીને આ પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ૩પ વર્ષીય ભૂમિકાબેન મોચી (રહે. અંજની સોસાયટી) પતિ હસુભાઈ અને બાળકો સાથે વર્ષોથી ભાડાના મકાનમાં રહેતાં હતાં. તેમની એવી ઇચ્છા હતી કે પોતાની માલિકીનું એક મકાન હોય. પરંતુ જરીનું કામ કરતા પતિની આર્થિ‌ક પરિસ્થિતિ એવી ન હતી કે તેઓ પત્નીની આ ઇચ્છા પૂર્ણ કરી શકે. આઠેક દિવસ અગાઉ આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ હઠ પકડી હતી કે તેને પોતાનું મકાન જોઈએ જ છે. પતિએ ભૂમિકાબેનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, હાલ હું ઘર ખરીદી શકું તેવી કોઈ સ્થિતિ નથી. જે બાબતથી ભૂમિકાબેનને માઠું લાગી આવ્યું હતું. છેલ્લાં કેટલાંક દિવસથી તેઓ ગુમસુમ પણ રહેતા હતા અને આખરે સાડીનો છેડો છત સાથે બાંધી તેમણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમને ૧૧ વર્ષનો બાળક અને ૭ વર્ષની દીકરી છે. વધુ તપાસ મહિ‌લા પીએસઆઈ એસ. આર. નીનામા કરી રહ્યા છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશ પીએમ માટે ખસેડી હતી.