તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વર્ષે વધુ મલ્ટિલેવલ પાર્કિંગ, રાજમાર્ગ પર BRTS પણ દોડી શકે!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોટ વિસ્તારને ફેસલિફ્ટ, ચોક બજાર-સ્ટેશનમાં નવું ટ્રાફિક મેનેજમેન્ટ, હેરિટેજ બિલ્ડિંગના કન્ઝર્વેશનના પણ પ્રોજેક્ટ

દિવાળીના પર્વ પછી નવા વર્ષમાં પાલિકા શહેરને નવી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. આ નવા પ્રકારની ભેટમાં જૂના શહેરને જ નવું બનાવાશે. રિન્યુઅલ એન્ડ રિડેવલપમેન્ટ ઓફ ઓલ્ડસિટી નામના આ પ્રોજેક્ટ માટે પાલિકાએ ઓફરો પણ મગાવી લીધી છે. પ્રેઝન્ટેશન જોઈને કન્સેપ્ટને પણ જોઈ લીધાં છે. જોકે, દિવાળી બાદ આ પ્રોજેક્ટની વહીવટી પ્રક્રિયા વેગવંતી બનાવવાનું નક્કી કરાયું છે. નવા વર્ષની શુભેચ્છાઓ માટે એસએમએસ, ગ્રીટિંગ્સ અને ઇ-કાર્ડ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, પાલિકા નવા પ્રોજેક્ટની ભેટ આપવા માટેની તૈયારી પણ કરી રહી છે. આ પ્રોજેક્ટમાં જૂનાને નવું કરવાની અનોખી વાત છે જૂના શહેરને એટલે કે શહેરના કોટ વિસ્તારને નવા વાઘા પહેરાવીને સજાવટ કરવાની તૈયારી કરાય છે.

- જૂના શહેરને આ રીતે નવું બનાવાશે

જમીનના ઉપયોગની પેટર્ન શોધીને નકશો તૈયાર કરાશે
શિક્ષણ, આરોગ્ય અને આનંદપ્રમોદની સુવિધાઓ, પાણી, ડ્રેનેજ-વરસાદી ગટરનાં નેટવર્કનું મેપિંગ કરાશે
ઐતિહાસિક મિલકતોનું સંરક્ષણ અને નવીનીકરણ કરવામાં આવશે
રાજમાર્ગ ઉપર બીઆરટીએસ કે અન્ય માસ ટ્રાન્પોર્ટેશન માટેના વિકલ્પોનો કોમ્પિ્રહેન્સિવ મોબિલિટી પ્લાન તૈયાર કરવામાં આવશે
ફેરિયા, લારીગલ્લા અને હોર્ડિંગ્સ માટે નવું પ્લાનિંગ કરવામાં આવશે
ગોપીતળાવના વિકાસ, રિંગ રોડ, માર્કેટનું નવસાધ્યકરણ કરાશે
ચોકબજાર, રેલવે સ્ટેશન, ગાંધીબાગ અને ચૌટાબજાર અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટનો પ્લાન ઘડવામાં આવશે
કમર્શિ‌યલ વિસ્તારોમાં મલ્ટિલેવલ પાર્કિંગના વિકલ્પ ઊભા કરાશે
પૂર સંરક્ષણ માટે ખાસ ડિઝાઇન તૈયાર કરાશે
નવા ફ્લાયઓવર, સબ-વે માટેના વિકલ્પ શોધવા ઉપરાંત રાહદારીઓ માટે ખાસ રૂટ તૈયાર કરાશે

- માત્ર કોસ્મેટિક ચેન્જ નહીં પણ પ્લાનિંગ અને સર્વિ‌સિસ પણ વધશે

પાલિકાના ડેપ્યુટી કમિશનર પ્લાનિંગ જીવણભાઈ પટેલનું કહેવું છે કે આ પ્રોજેક્ટ હેઠળ જૂના શહેરને માત્ર નવી સજાવટ કરવાનો જ કન્સેપ્ટ નથી, પણ પાણી, ડ્રેનેજના નેટવર્કને સશક્ત કરવા માટેનું પણ તેમાં આયોજન છે. ઐતિહાસિક મિલકતોની જાળવણી કરવા ઉપરાંત જૂના શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટેના વિકલ્પો વિકસાવવા માટેની પણ વિચારણા કરાઈ છે.

- આગળના તબક્કાનું કામ દિવાળી બાદ

પાલિકાએ 'રિન્યુઅલ એન્ડ રિડેવલપમેન્ટ ઓફ ઓલ્ડસિટી’ હેઠળ વિચારણા હેઠળ આ પ્રોજેક્ટ મૂક્યો છે. આ વિશેષ પ્રોજેક્ટ માટે રસ ધરાવતી એજન્સીઓને આ માટેના વિકલ્પો રજૂ કરવા માટે અપીલ કરી હતી. તેમાં ત્રણેક ઓફર આવી ચૂકી છે. તેમાં કયા કયા કન્સેપ્ટ છે, તેનું પ્રેઝન્ટેશન પણ જોવાય ચૂક્યું છે. એટલે દિવાળી બાદ આ એજન્સીઓના વિકલ્પોમાં વધુ મોડિફિકેશન માટેની શક્યતાઓની ઉપર કામ કરાશે.