શુક્રનું પારગમન પૃથ્વી ટેલિસ્કોપથી નિહાળી શકાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૬ જૂને થનારી ખગોળીય પ્રક્રિયામાં શુક્રના પારગમનની ઘટના બાદ ૧૦પ વર્ષે આવો નજારો જોવા મળશે આગામી ૬ જૂનના રોજ થનાર શુક્રનું પારગમન થશે, જેમાં સૂર્યની ઉપરથી શુક્રનો ગ્રહ પસાર થશે. આ દુર્લભ નજારો જોવા માટે કડોદના યોગેશભાઈ ચાવડાએ પોતે બનાવેલા ટેલિસ્કોપમાં વિશષ્ટિ ફિલ્ટરો લગાવી બ્રહ્માંડ પ્રેમીઓને આ અલભ્ય નજારો બતાવવાનું આયોજન કરાયું છે. બ્રહ્માડમાં અવનવી ઘટનાઓ બનતી રહે છે, જેને નિહાળવાની તકો લોકો ચૂકતા નથી. આજના વૈજ્ઞાનિક યુગમાં નવા-નવા ઉપકરણો અને મોટા ટેલિસ્કોપોથી આસાનીથી બ્રાહ્માડની ગતિવિધિ જોઈ શકાય છે. આગામી ૬ જૂનના રોજ થનારા શુક્ર પારગમનને નિહાળવા ખગોળ પ્રેમીઓ ઉત્સુકતા બતાવી રહ્યાં છે. બ્રહ્માંડમાં થનારી આ અલભ્ય ઘટનાનું નિરીક્ષણ કરવા માટે દેશના વૈજ્ઞાનિકોએ તૈયારી શરૂ કરી દીધી છે. આવી દુર્લભ ઘટનાને નિહાળવા માટે બારડોલી તાલુકાના કડોદના વિઠ્ઠલ ફળિયા રહેતા એમેચ્યોર યોગેશભાઈ ટી. ચાવડાએ બનાવેલા પોતાના ટેલિસ્કોપમાં વિવિધ સોલર ફિલ્ટરો લગાવી નિહાળી શકાશે. જે ટેલીસ્કોપથી આંખને કોઈપણ પ્રકારનું નુકસાન થશે નહીં. આ દુર્લભ નજારો લોકોને બતાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આટલી કાળજી જરૂર રાખો મેસ લગાવેલા કાચમાં ન જોઈ શકાય. પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ જોવું નહીં. એક્સરે પટ્ટીથી આવો નજારો જોવો નહીં. બાયનોક્યુલરથી પણ આ નજારો જોવો નહીં. આ નજારો નરી આંખે જોઈ ન શકાય. સૂર્ય, શુક્ર અને પુથ્વી એક સીધી રેખામાં આવશે ગુજરાતના કચ્છ સ્થિત એમેચ્યોર એસ્ટ્રોનોમર ક્લબના પ્રમુખ અને ગાંધીનગર સાયન્સ સિટીના તજજ્ઞ નરેન્દ્રભાઈ હીરજીભાઈ ગૌર સાથે ટેલિફોનિક સપંર્કમાં તેમણે જણાવ્યું હતું કે શુક્રના પારગમન ૬ જૂને થશે. આ ઘટનામાં સૂર્ય, શુક્ર અને પુથ્વી એક સીધી રેખામાં આવશે, જેમાં શુક્ર સૂર્યની જમણી બાજુથી ઉપર તરફ દાખલ થઈ અર્ધ ગોળાકાર બનાવી બહાર નીકળી જશે. શુક્રના પારગમનનો નજારો ૩.૩૯ કલાક ચાલશે આવી ઘટના અગાઉ ૮ જૂન ૨૦૦૪માં જોવા મળી હતી. ત્યારબાદ ૬ જૂન ૨૦૧૨ આ ઘટના દેખાશે અને ત્યારબાદ શુક્રના પારગમનની ઘટના ૧૦પ વર્ષ બાદ આ ઘટના જોવા મળશે. શુક્ર પારગમનનો નજારો ૩.૩૯ કલાકથી ચાલુ થશે પરંતુ આ આપણને સૂર્યોદય પછી દેખાશે. જેમાં સુરતમાં પ:૪૮થી ૧૦.૨૨ કલાક સુધી આ નજારો જોવા મળશે.નરેન્દ્રભાઇ ગૌર, એસ્ટ્રોનોમર, ગાંધીનગર