સુરત હવે ફિલ્મી પડદે ચમકશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે ડુમસ ફરવા જતાં હોવ અને તેમાં પણ ભજીયા ખાધા બાદ ગામ તરફ લટાર મારવા નીકળો અને ત્યાંની સુલતાના હવેલીની બહાર ખડેપગે ઊભેલા બાઉન્સરો, વેનિટી વેન, કેમેરામેન, માઈક્રોફોનનો બાંબુ લઈને ફરી રહેલો સ્પોટ આસિસ્ટન્ટ, સાઉન્ડ આર્ટિસ્ટ, ફોકસ એડજસ્ટ કરતા લાઈટમેન ઉપરાંત બોલિવુડની સેલિબ્રિટીનો જમાવડો વગેરે નજરે પડે તો હતપ્રભ ન થઈ જતાં. કારણ કે સુરતમાં પહેલીવાર બોલિવુડની એક ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે.

આ હવેલીમાં હોરર કમ કોમેડી મૂવી ‘ગેંગ્સ ઓફ ગોસ્ટ’નું શૂટિંગ ચાલી રહ્યું છે અને ફિલ્મના ડિરેક્ટર સતિષ કૌશિક છે. આ ફિલ્મ બંગાળી ફિલ્મ ‘ભૂતેર ભવિષ્યોત’નું (ભૂતોનું ભવિષ્ય)ની હિન્દી રિમેક છે. હાલમાં અહીં ૧૫૦ જણનો સ્ટાફ સવાર-સાંજ કામે લાગ્યો છે. આ ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ સુરતમાં જ થશે, જે એક મહિના સુધી ચાલશે. શૂટિંગ માટે શર્મન જોશી, અનુપમ ખેર, માહિ ગિલ અને પ્રિયંકા ચોપરાની કઝીન અને સાઉથની હીરોઈન મીરાં ચોપરા વગેરે સુરતમાં આવશે. શહેરમાં વધતી જતી વસ્તીને કારણે ભૂતોને થતી તકલીફ આ ફિલ્મનો થીમ હશે.આ ફિલ્મ તમને ડરાવશે નહીં પણ પેટ પકડીને હસાવશે. ભૂતોનું ભવિષ્ય ભલે ગમે તેવું હોય પણ બોલિવુડનું ભવિષ્ય સુરતમાં આવે એવી જે તકો ઊભી થઈ રહી છે તે આપણા શહેર માટે કોઈ ને કોઈ રીતે ચોક્કસ ફાયદાકારક રહશે.

સુરત અને સુરતીઓ વિષે શું કહ્યું સતિશ કૌશિકે વાંચો આગળ...