આનંદો! હવે થશે બારેમાસ કાર્યક્રમો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદ લાઇબ્રેરીમાં અઢળક પુસ્તકોની વચ્ચે હવે એક ઓડિટોરિયમ અને કોન્ફરન્સરુમ શરુ કરવામાં આવ્યાં છે.
૧૨પ વ્યક્તિની કેપેસિટી ધરાવતાં આ ઓડિટોરિયમને શ્રી રવિશંકર મહેતા સભાગૃહ અને ૮૦ વ્યક્તિની કેપેસિટી ધરાવતા કોન્ફરન્સ રુમને શ્રી નવલરામ પંડયા સભાખંડ નામ આપવામાં આવ્યું છે.
નર્મદ લાઇબ્રેરી જે આશયથી શરુ કરવામાં આવી છે એ આશયને ગતિ આપવા માટે આ ઓડિટોરિયમ અને કોન્ફરન્સરુમની શરુઆત કરવામાં આવી છે. સાહિ‌ત્ય અને કલા સાથે જોડાયેલા સુરત શહેરમાં નિયમિતપણે એક્ટિવીટી થતી રહે એ આશયથી નર્મદ લાઇબ્રેરીનાં આ જ ઓડિટોરિયમમાં હવે દર શનિ અને રવિવારે જુદા જુદા પ્રોગ્રામ્સનું આયોજન કરાયું છે.
કલાની સાચવણી: સુરતમાં સાહિ‌ત્ય અને કલાની પ્રવૃત્તિઓ થતી રહે એ માટે નર્મદ લાઇબ્રેરીમાં એક ઓડિટોરિયમ અને કોન્ફરન્સ રુમ શરુ કરાયો
ફેબ્રુઆરી મહિ‌નામાં આ કાર્યક્રમો યોજાશે
શનિવાર
પહેલો શનિવાર
નોલેજ બેઇઝ્ડ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ બતાવાશે. જે એક ઇન્ટરેક્ટીવ સેશન હશે.
બીજો શનિવાર
બુક રિવ્યૂ યોજાશે. જે કોઇને બુક રિવ્યુ કરવો હોય એ વ્યક્તિ નર્મદ લાઇબ્રેરીનો કોન્ટેક્ટ કરી શકે છે. ફેબ્રુઆરીના બીજા શનિવારે શશિકાંત શાહ વર્ગીસ કુરિયનની 'આઇ ટુ હેવ અ ડ્રીમ’ નો રિવ્યૂ કરાવશે.
ત્રીજો શનિવાર
ફેસ ટુ ફેસ એક્ટિવીટીઝ થશે. જેમાં બ્યુરોક્રેટ્સ, અચીવર્સ, ડિસીશન મેકર્સ અને થિંકર્સ દ્વારા ઇન્ટરેકશન સેશન ડિલિવર કરાશે. આ વખતે સુરત રેન્જનાં ડી.આઇ.જી હસમુખ પટેલ સેશન આપશે.
ચોથો શનિવાર
વર્કશોપ અને સેમિનાર યોજાશે. આ વખતે '૩૬ અવર્સ અ ડે’ વિષય પર ધીરેન થરનારી સેમિનાર કંડક્ટ કરશે.
રવિવાર
પહેલો રવિવાર
સવારે : ચિલ્ડ્રન ફિલ્મ બતાવાશે. આ વખતે ગટુ ફિલ્મનું સ્ક્રીનીંગ કરાશે.
સાંજે : કાવ્ય ગોષ્ઠિ‌ યોજાશે, જેમાં સિટીનાં જાણીતા અને અપકમિંગ પોએટ્સ ભાગ લેશે.
બીજો રવિવાર
સવારે : ક્વીઝ ક્લબ યોજાશે, જેમાં આ વખતે ડો. મનીષ જૈન 'માય કંન્ટ્રી’ પર ક્વીઝ કન્ડક્ટ કરશે.
સાંજે : વિચાર ગોષ્ઠિ‌ યોજાશે, જેમાં આ વખતે ડો. અનિલ પટેલ કન્ઝ્યુમરીઝમ વિષય પર વાત કરશે.
ત્રીજો રવિવાર
સવારે : ડિબેટ યોજાશે. જેમાં સ્કૂલ કીડ્ઝ પાર્ટિ‌સિપેટ કરશે.
સાંજે : કલા ગોષ્ઠિ‌ યોજાશે. જેમાં આ વખતે નરેશ કાપડિયા 'ઢીંગલી ઘર’ પર એક ડ્રામા પરફોર્મ કરશે.
ચોથો શનિવાર
સવારે : માય સ્ટોરી યોજાશે. જેમાં એક્સપર્ટસ એમની જીંદગીની વાતો શેર કરશે. બાળકો પણ સ્ટોરી શેર કરી શકશે.
સાંજે : સાહિ‌ત્ય ગોષ્ઠિ‌ યોજાશે. જેમાં એસ્ટાબ્લીશ્ડ રાઇટર્સ અપકમિંગ રાઇટર્સને ગાઇડ કરશે.
આ બધાં જ કાર્યક્રમ નિયમિત પણે દર મહિ‌ને શનિ અને રવિવાર દરમિયાન યોજાશે, જેને કોર્પોરેશન અને એસ.જી.સી.સી.આઇની લાઇબ્રેરી કમિટી સંયુક્તપણે મેનેજ કરશે.