સવા લાખ એમ્બ્રોઈડરી કામદારોને દિવાળીનો એક માસનો પગાર નહીં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પચાસ ટકા યુનિટ બંધ હોવાને કારણે કપરો નિર્ણય લેવાની ફરજ પડી એમ્બ્રોઈડરી એસોસિયેશન એક પાળી ચલાવવા મામલે આજે નિર્ણય લેવાશે એમ્બ્રોઈડરીના કુલ પચ્ચીસ હજાર એકમો હવે દર રવિવારે બંધ પાળશે. દિવાળી વેકેશનમાં પણ શહેરનો એમ્બ્રોઈડરી ઉદ્યોગ જડબેસલાક બંધ રહેશે.તેને કારણે સવા લાખ જેટલા કામદારોને એક મહિનાનો પગાર મળશે નહીં. ઓવર પ્રોડક્શનના કારણે મરણોતલ સ્થિતિમાં આવી ગયેલા એમ્બ્રોડરી ઉદ્યોગને બચાવવા આ કવાયત હાથ ધરાઇ હોવાનો દાવો અખિલ ભારતીય એમ્બ્રોડરી ઓનર્સ એસો. દ્વારા કરાયો છે. ઉદ્યોગ મરણોતલ સ્થિતિમાં એસોસિયેશનના પ્રમુખ દિનેશ હણઘડે જણાવ્યુંકે હાલમાં એમ્બ્રોઈડરી ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ૫૦ ટકા કરતાં વધારે યુનિટો ફરજિયાત બંધ કરવા પડ્યાં છે. આ ઉદ્યોગ મરી ન પરવારે તે માટે આ કપરો નિર્ણય લેવાયો છે. ઓવર પ્રોડક્શનની સમસ્યા સર્જાઇ છે. વેપારીઓ દ્વારા એમ્બ્રોડરીના વેપારીઓને પેમેન્ટ કરવામાં અખાડા કરવામાં આવી રહ્યાં છે. વેકેશનના દિવસથી જડબેસલાક બંધ એમ્બ્રોડરી એસોસિયેશને અશ્વનિકુમાર ખાતે જે નિર્ણય પર સ્વીકૃતિ મેળવી છે. તેમાં શાળાનું વેકેશન જે તારીખથી ઘોષિત થશે, તે તારીખથી સુરતના પચ્ચીસ હજાર એમ્બ્રોડરીના એકમો જડબેસલાક બંધ પાળશે.સુરતમાં એમ્બ્રોડરીના ઉદ્યોગ સાથે કુલ સવા લાખ કામદારો જોડાયેલા છે. ...તો ૫૦,૦૦૦ લોકો બેકાર થવાની ભીતિ હાલમાં એમ્બ્રોઈડરીમાં બે પાળી ચાલી રહી છે. તે પૈકી માત્ર એકજ પાળી કરવાનો નિર્ણય સંભવત આજે લેવાશે. આ બાબત હકિકત બને છે તો પચાસ હજાર કર્મચારીઓ બેકાર થઇ જશે. આ નિર્ણયનો અમલ ક્યાં સુધી રાખવો તે માટે કોઇ નિર્ણય લેવાયો નથી. લેબર વિભાગ કામદારો માટે આક્રમક મિજાજમાં એસોસિયેશનના આ વિવાદી નિર્ણય મામલે લેબર કમિશનર કે.એસ.ગીલે જણાવ્યુંકે આવો કોઇ પણ નિર્ણય તેઓ શહેરના કોઇ પણ એસોસિયેશનને લેવા દેશે નહીં. આવો કોઇ નિર્ણય લેવાશે તો આકરી કાર્યવાહી કરાશે કામદારોને ચાર રવિવારનો પગાર મળશે નહીં હાલમાં એમ્બ્રોડરીના કામદારોને જે પગાર મળે છે, તેમાં ચાર દિવસનો પગાર ગુમાવવો પડશે.રવિવારનાં રોજ સુરત શહેરમાં પચ્ચીસ હજાર યુનિટોએ ફરજિયાત બંધ રાખવાના નિર્ણય પર મત્તુ મારી દેવામાં આવ્યું હતું.તેને કારણે કામદારોને ચાર દિવસનો પગાર ગુમાવવો પડશે.