નવરાત્રિમાં ૯ દિવસના ૯ ટેટૂ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યંગસ્ટર્સ બોડી આર્ટ પાછળ ૧૦ હજાર રૂપિયા સુધી ખર્ચ કરે છેનવરાત્રિ સ્પેશિયલ આર્ટિફિશિયલ ટેમ્પરરી ટેટૂ બે દિવસ જ રહે છેફેન્સી આઉટફિટ્સ, હેરસ્ટાઇલ, મેકઅપ અને એક્સેસરિઝ સહિત સુરતી યંગસ્ટર્સે નવરાત્રિના નવ દિવસ બેસ્ટ લુક માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે. અનેક યંગસ્ટર્સ તો નવરાત્રિના નવ દિવસ માટે રોજ અલગ અલગ ટેટૂ પણ કરાવે છે. આ બોડી આર્ટ પાછળ યંગસ્ટર્સ ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. સામાન્ય રીતે લોકો તેમના એટિટ્યૂડ કે કેરેક્ટર પ્રમાણે પર્મેનન્ટ ટેટૂ કરાવતા હોય છે, પણ નવરાત્રિની વાત આવે ત્યારે ટ્રેન્ડી અને એટ્રેક્ટિવ ટેટૂ કરાવાય છે. નવરાત્રિમાં ડ્રેસ પ્રમાણે ટેટૂ તૈયાર કરાવાય છે. ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસિસની સાથે ટેટૂ પણ એવા જ પસંદ કરાય છે. એક ટેટૂની કિંમત ૨૫૦થી લઈને ૩૦૦૦ રૂપિયા સુધીની હોય છે. ટેટૂ મેકર મનોજભાઈએ કહ્યું હતું કે, ‘ખેલૈયાઓ ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ પસંદ કરે છે ત્યારે તેઓ ટેટૂ પણ ઇન્ડો વેસ્ટર્ન કરાવે છે. અત્યારે શહેરમાં આવા ટેટૂની વધારે ડિમાન્ડ છે. ખેલૈયાઓ માછલી, પતંગીયું, ફ્લાવર, મોર, સાપ અને ઇગલનું ટેટૂ કરાવે છે. ઇન્ડો વેસ્ટર્નની સાથોસાથ ચાઇનીઝ ટેટૂની પણ ડિમાન્ડ છે. કેટલાક છોકરાઓ બોડી પર કોઈકનું નામ ચાઇનીઝમાં લખાવે છે. જેથી લોકોને જાણ ન થાય. ખેલૈયાઓ નવેનવ દિવસ માટે અલગ અલગ ટેટૂ કરાવે છે. જો પૂરતી કાળજી લેવામાં આવે તો આ ટેટૂ બે દિવસ રહી શકે છે. આ આર્ટિફિશિયલ ટેટૂ પર પાણી પડવાથી એ ખરાબ થઈ શકે છે. જોકે, ગરબા રમતી વખતે એના પર પરસેવો ન પડે એ માટે અમે એના પર ફિકસર લગાવી દઈએ છીએ. ૧૦ દિવસ સુધી રહેનારા ટેટૂની કિંમત વધારે હોય છે.’