તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ હાઈવે નં. ૮ પર કાર પલટી જતા દારૂ રેલાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવે પર વેસ્મા નજીક સોમવારે બપોરબાદ બનેલી ઘટના
નેશનલ હાઈવે નં. ૮ ઉપર વેસ્મા નજીક આરક પાટીયા પાસે ઈંગ્લીશ દારૂ ભરેલી સ્વિફટ કાર પલટી મારી જતા દારૂ વેરવિખેર થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ મુદ્દામાલનો કબજો લીધો હતો.
નેશનલ હાઈવે નં. ૮ ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઉપર બ્રેક લગાવવા નવસારી જિલ્લા પોલીસ હવાતિયા મારી રહી છે તેમ છતાં આ દારૂની હેરાફેરી જારી રહી છે. તેનો દાખલો વેસ્મા નજીક આરક (સિસોદ્રા) ગામના પાટીયા પાસે સ્વિફટ કાર પલટી જતા તેમાં ભરેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો વેરવિખેર થઈ ગયો હતો. દમણથી સુરત તરફ જતી વખતે સ્વિફટ કાર (નં. જીજે-પ-એડી-૮૧૪) પૂરપાટ ઝડપે આગળ જઈ રહી હતી ત્યારે અચાનક કારચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ કારમાં મુકેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પણ કાર પલટી જતા વેરવિખેર થઈ ગયો હતો. દારૂની બોટલો ફૂટી જતા રસ્તા ઉપર દારૂ રેલાયો હતો. કારચાલકનો બચાવ થયો હતો અને તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈ હાઈવે ઉપર થોડો સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ટ્રાફિક દૂર કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.