‘ચક દે ગુજરાતી’ ખેલાડીઓની આ દાસ્તાન ધ્રુજાવી દેશે તમને

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘ચક દે સુરત’ જેવી પ્રતિભાઓ બેહાલગુજરાત સરકાર ખેલ મહાકુંભ યોજીને રમતગમતના વિકાસ માટે મોટો મીર માર્યો હોય એવો દાવો કરે છે, પરંતુ આ ઝાકઝમાળની બીજી બાજુ પણ છે. આજે શહેરના અનેક પ્રતિભાવાન રમતવીરો રાષ્ટ્રકક્ષાએ સુરતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોવા છતાં સામાન્ય કામકાજ કરીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છેરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો ગુજરાત સરકારના અક્ષમ્ય દુર્લક્ષના પ્રતાપે પોતાની પ્રતિભા ગુમાવી રહ્યાં છે. ખેલ મહાકુંભના તાયફા બંધ કરી સરકારે આવા રમતવીરોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેઓએ પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો આ રમત પાછળ ખર્ચી નાંખ્યા છે. તેમની આ મૂડી સરકારી દુર્લક્ષના પ્રતાપે ખતમ થઈ રહી છે. અરે ખેલકુંભમાં પણ બાળકો યોગ્ય વ્યવસ્થાના અભાવે એટલા હેરાન થતા હોય છે પરંતુ સરકારે આ દિશામાં વિચારવાની તસ્દી શુદ્ધા નથી લીધી.ખેલ મહાકુંભ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સને આગળ લાવવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ ખેલ મહાકુંભના આ ઝાકઝમાળની બીજી બાજુ પણ છે. સુરત વતી રાષ્ટ્રકક્ષાએ રમી ચૂકેલા અનેક રમતવીરો સારી નોકરીના અભાવે મહામહેનતે ગુજરાન ચલાવી પોતાની ટેલેન્ટ વેડફવા મજબૂર બન્યા છે.પ્રતિભાશાળી ખેલાડીઓને સારી નોકરી અપાવીને કે સ્પોર્ટ્સ કવોટાની જોગવાઈ કરીને સરકારી નોકરી અપાવવા બાબતે સરકાર ગંભીર દુર્લક્ષ સેવતી હોવાથી રાષ્ટ્રકક્ષાના ખેલાડીઓ પોતાની કારકિર્દીની જુવાનીમાં જ નિવૃત્ત થઈ ગયા છે. ‘ડીબી ગોલ્ડ’એ આવા જ કેટલાક રાષ્ટ્રકક્ષાના ખેલાડીઓ શોધી કાઢયા છે, જે પૈકી કોઈ ગેરેજમાં કામ કરે છે તો કોઈ ફેરિયા બનીને ઘરે-ઘરે પેપર નાંખે છે. ખેલાડીઓની આવી દુર્દશા જોઇને વિવિધ એસોસિયેશનના સભ્યો ડિમાન્ડ કરી રહ્યા છે કે સરકારે રમતોને પ્રોત્સાહન આપવાની સાથે રમતવીરોને પણ પ્રોત્સાહિત કરવા જોઇએ.ફૂટબોલનો રાષ્ટ્રીય ખેલાડી પેટ માટે બન્યો મિકેનીક :રાંદેર અને ફૂટબોલ એક સિક્કાની બે બાજુ જેવાં છે, અહીં ઘર-ઘરમાં ફૂટબોલ ચાહકો અને ફૂટબોલ રમનારાઓ મળી આવે. જોકે, કેટલાક ખેલાડી એવા પણ છે જે ફૂટબોલની હાઇએસ્ટ એવી સંતોષ ટ્રોફી કે રાષ્ટ્રકક્ષા સુધી રમવા છતાં ભવિષ્ય ઊજળું બનાવી શક્યા નથી. ફૂટબોલ તેમને કેરિયરમાં કોડીનું પણ કામ લાગી નથી. આવો જ એક રાષ્ટ્રીય ખેલાડી છે જાવેદ સફેદા, જે આજે ગેરેજમાં કામ કરવાની સાથે ફૂટબોલ પણ રમે છે. જાવેદ આજની સ્થિતિ અંગે કહે છે કે ‘સરકારે રમતવીરોની કદર કરવી જોઇએ. ખાસ કરીને જે શહેર કે રાજ્યનું નામ રોશન કરતા હોય તેમનો તો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. સરકારી નોકરીમાં જો સ્પોર્ટ્સ કવોટા સિસ્ટમ દાખલ કરવામાં આવે તો રમતવીરોને ઘણો જ ફાયદો થશે.’૧૭ વાર રાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકેલા કુસ્તીબાજ પરેશ કહારે રિક્ષા ચલાવવી પડે છે :કુસ્તીમાં પોતાના બળે ૧૭ વાર રાષ્ટ્રકક્ષાએ રમી ચૂકેલા, ઉપરાંત ૨૫ વાર સ્ટેટ ચેમ્પિયન રહેલા અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ એવા નાનપુરાના પરેશ કહાર વિશે વધુુ જણાવવાની જરૂર રહેતી નથી. આ કુસ્તીબાજને રમત-ગમત સાથે સંકળાયેલા તમામ લોકો ઓળખે છે. પરંતુ કરમકહાણી તો જુઓ! આ રમતવીર પણ આજે રિક્ષા ફેરવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અત્યંત પ્રતિભાશાળી એવા પરેશનું કહેવું છે કે ‘ગુજરાતમાં ખેલાડીઓ અટવાય છે. રમતા હોય ત્યારે બહારનાં રાજ્યો દાદાગીરી કરીને ગુજરાતના કોચ અને ખેલાડીઓ પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરે છે અને નોકરીની વાત આવે ત્યારે લાગવગશાહી કામ કરી જાય છે. રમતવીરોનું તો જાણે કોઈ બેલી જ નથી.’મયંક સેલરને મળ્યું ફૂટબોલ મેદાનના બદલે છાપા નાંખવાનું કામ :મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતો મયંક સેલર ફૂટબોલનો ખૂબ જ સારો ખેલાડી છે. તેનો નાનો ભાઈ નિકુંજ સેલર પણ એકવાર રાષ્ટ્રકક્ષાએ ફૂટબોલ રમી આવ્યો છે. મયંક અત્યાર સુધી ૧૦ વાર રાષ્ટ્રકક્ષાની ટુનૉમેન્ટમાં ભાગ લઈ ચૂકયો છે. જોકે, બંને પ્રતિભાવાન ખેલાડીઓ ક્રિકેટની નહીં રમીને કોઈ મોટી ભૂલ કરતાં હોય એમ લાગે છે. કેમકે હાલ બંને ભાઇઓ સવારે ઘરે-ઘરે છાપાં નાંખવાનું કામ કરે છે. બંને ભાઇઓને રાહત એટલી છે કે ઉંમર તેમની સાથે છે, જો સ્પોર્ટ્સ કવોટા ડિકલેર થાય તો તેમનું ભવિષ્ય ઉજજવળ બની શકે છે. આ અંગે મયંક કહે છે કે ‘સારી નોકરી મળી જાય તો સ્પોર્ટ્સમાં મન લાગે. કેમકે અમુક ઉંમર બાદ પરિવારની જવાબદારી આવી જાય તો બધું જ છોડી દેવું પડે છે. આપણે ત્યાં બેઝિકલી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી નીતિનો જ અભાવ છે. જો ગુજરાત સરકાર અમારા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરે તો ગુજરાતના ખેલાડીઓ છેક વૈશ્વિક કક્ષાએ પણ નામના કાઢી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સુરતમાં જ કેટલાય ખેલાડીઓ એવા છે કે સ્પોર્ટ્સની અપૂરતી સગવડોને કારણે છેવટે રમતને તિલાંજલી આપી દે છે.ગુજરાતમાં સ્પોર્ટસ એટલે બરબાદી :ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે એલ્ટિવ રહેવું એટલે જાણે સમયની બરબાદી, એવુ અનેક રમતવીરોના પ્રતિભાવો પરથી લાગી રહ્યું છે. નોકરીમાં સ્પોર્ટ્સ કવોટાનો અભાવ હોવાને લીધે સારા રમતવીરોને સરકારી નોકરી તો મળતી જ નથી, એ ઉપરાંત સુરતમાં આવેલી કોર્પોરેટ કંપનીઓ પણ રાષ્ટ્રકક્ષાના ખેલાડીઓને નોકરીની તક આપતી નથી. શહેરમાં ટેક્સટાઇલ અને ડાયમંડના જંગી ઉદ્યોગો આવ્યા છે, પરંતુ એકેય ઉદ્યોગપતિ આવા ખેલાડીઓને ટેકો આપવા તૈયાર થતા નથી. પોલીસ કે ફાયરની ભરતીમાં પણ આવા યુવાનોને અગ્રતા અપાતી નથી.હરિયાણા જેવું થવું જોઇએ :હરિયાણા સરકારે દરેક નોકરીમાં ત્રણ ટકા સ્પોર્ટ્સ કવોટા અનામત રાખ્યો છે. એટલે ખેલાડીઓ સારી જગ્યાએ સેટલ થઈને પોતાની રમત પર પણ ધ્યાન આપી શકે છે. આજે હરિયાણા રમતગમતમાં ઘણું જ આગળ નીકળી ગયું છે, આપણે ત્યાંના ત્યાં જ છીએ. ખેલાડીઓના હિતમાં સરકારે નોકરીમાં સ્પોર્ટ્સ કવોટા ડિકલેર કરવો જોઇએ.’ જયંત શુક્લ, પ્રમુખ,સુરત જિલ્લા કુસ્તી એસોસિએશનકુસ્તીમાં ૧૨ વખત ‘ગુજરાત કેસરી’ બનેલા ભોલાપ્રસાદ કરે છે રંગકામ :આમ તો કુસ્તીમાં સુરત ભાગ્યે જ ચમકે છે પરંતુ એક સમય હતો, જ્યારે સુરત વતી રમતો ભોલાપ્રસાદ નામનો યુવાન કુસ્તીની રમતમાં અંત્યત ગૌરવશાળી ગણાતાં ગુજરાત કેસરીનું ટાઇટલ સતત ૧૨ વર્ષ સુધી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. આજે પણ તે કુસ્તીના ઓપન મુકાબલામાં પોતાનું કૌવત દેખાડે છે. જોકે, ભોલાપ્રસાદનો ભૂતકાળ જેટલો તંદુરસ્ત હતો તેટલો જ મજબૂત તેનો વર્તમાન નથી. તેઓ આજે રંગકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ કહે છે કે ‘મારો સમય તો નીકળી ગયો, હું તો મજુરી કરીને પણ ગુજરાન ચલાવી લઉં છું. પરંતુ સરકારે આજની પેઢી માટે કંઇક કરવું જોઇએ. આજે આટલી મોંઘવારીમાં સારી નોકરી વગર સારા સ્પોર્ટ્સમેન બનવું મુશ્કેલ છે.મંત્રી ઠંડા કલેજે કહે છે...વિચાર કરીશું :આપણે ત્યાં હાલ કોઈ સ્પોર્ટ્સ કવોટા નથી પરંતુ જો મોટાભાગના ખેલાડીઓ અટવાતા હોય તો આ વિશે વિચાર કરી શકાય ખરો. જોકે, એ ખૂબ જ લાંબી પ્રોસજિર છે અને તે માટે અનેક વહીવટી નિર્ણય લેવા પડશે. બીજાં રાજ્યોમાં સરકારી નોકરીમાં સ્પોર્ટ્સ કવોટા છે તો આપણે ત્યાં પણ શરૂ થઈ શકે. આ માટે ગુજરાત સરકાર વિચાર વિમર્શ કરશે.’ - ફકીર વાઘેલા, મંત્રી, રમતગમતટેલેન્ટેડ ખેલાડીઓ વેડફાઈ રહ્યાં છે :સ્પોર્ટ્સ કવોટાના અભાવે અનેક ટેલન્ટેડ ખેલાડીઓ આજે મહામહેનતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો સ્પોર્ટ્સ કવોટા હોત તો આ રમતવીરો કોઈ સારી જગ્યાએ નોકરી કરીને પરિવારનું ભરણપોષણ આસાનીથી કરવા ઉપરાંત ઊગતા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરી શકત. સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.’ નવનીત સેલર, પ્રમુખ, વ્યાયામ શિક્ષક સંઘસારા ખેલાડીઓ અટવાઈ જાય છે :મે કેટલાય એવા ખેલાડી જોયા છે જે ખૂબ જ પ્રતિભાવાન હોવા છતાં પરિવારની જરૂરિયાત પૂરી કરવાના ટેન્શનને લીધે રમત અધવચ્ચેથી જ છોડીને જતા રહ્યા. ઉપરાંત કેટલાક રાષ્ટ્રકક્ષા સુધી રમ્યા પરંતુ સારી જગ્યાએ સેટ થઈ શક્યા નથી. આપણે ત્યાં સ્પોર્ટ્સ કવોટા હોવો જોઇએ, જેથી ખેલાડી અટવાય નહીં.’ કમલેશ સેલર, સેક્રેટરી, સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનસ્પોર્ટ્સ એજન્ટો અડ્ડો જમાવી બેઠા છે :સ્પોર્ટ્સમાં પણ એજન્ટો અડ્ડો જમાવીને બેઠા છે. પ્રતિભાવાન ખેલાડીઓને સારી નોકરી નહીં મળે તો તેઓ કોઈ સ્કૂલમાં પણ જોડાઈ શકે છે. જોકે, અહીં પણ એજન્ટો કામ કરતા હોય એવા અનક્વોલિફાયડ લોકોને લઈ લેવામાં આવે છે જે ઓછા પગારે કામ કરે છે. આથી સારા રમતવીરોને નોકરી જ મળતી નથી.’ - પ્રો. સુલ્લુ ભરૂચા, નિવૃત્ત પ્રોફેસર, ફિઝિકલ એજ્યુકેશન૧૭વાર રાષ્ટ્રીય કક્ષાએ રમેલ કુસ્તીબાજે ચલાવવી પડે છે રિક્ષા