નર્મદના ઘરની રેપ્લિકાનું પેપર વર્ક ડન, હવે ઇ‌મ્પ્લિમેન્ટેશન

એકબાજુ કવિ નર્મદનું ઓરિજીનલ ઘર કોર્પોરેશન દ્વારા રિસ્ટોરેશન થઇ રહ્યું છે ત્યારે

Amit Chaudhari

Amit Chaudhari

Divyabhaskar.com | Updated - Jun 06, 2014, 02:43 AM
Narmad paper replica of the house work done
એકબાજુ કવિ નર્મદનું ઓરિજીનલ ઘર કોર્પોરેશન દ્વારા રિસ્ટોરેશન થઇ રહ્યું છે ત્યારે બીજીબાજુ ઇન્ટરવ્યૂમાં એક સ્ટુડન્ટને નર્મદ વિશે પૂછાયેલો જવાબ ન આવડતા યુનિવર્સિ‌ટીએ સ્ટુડન્ટ્સને નર્મદથી પરિચિત કરાવવા માટે યુનિવર્સિ‌ટી કેમ્પસમાં જ નર્મદના ઘરની રેપ્લિકા રેડી કરવાનો નિર્ણય કર્યો, ત્યારે વાંચો સિટી ભાસ્કરનો વિશેષ અહેવાલ

આમલીરાનમાં આવેલું ત્રણ માળનું એક મકાન હમણાં જ ઉતારી લેવાયું. એ મકાન વિશષ્ટિ હતું. એની દિવાલો મજબૂત હતી- એણે એક સમર્થ ઇતિહાસને સાચવ્યો હતો. એની બારીઓમાં ફ્રેમ થયેલું આકાશ યુગ પ્રવર્તકની આંખોમાંથી દેખાતું એક જુદું જ આકાશ હતું. એના દરવાજાએ અઢારમી સદીમાં એકવીસમી સદીને આવકારી હતી-આ ઘરે ગુજરાતી કવિતાને ઉછરતા જોઇ હતી, એની છત યુગપ્રવર્તક વિચારોને સાચવીને બેઠી હતી. આ ઘરવીર કવિ નર્મદનું ઘર હતું- અઢારમી સદીના આ યુગ પ્રવર્તક કવિએ આ ઘરને પોતાની જાતે ડિઝાઇન કર્યું હતું.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવિ નર્મદનું આ ઘર હમણાં જ ઉતારી લેવાયું, એની જગ્યાએ નવું નક્કોર-અદ્દલોઅદ્લ એવું જ ઘર બનશે. એક બાજુ નર્મદના આ ઘરને ઉતારી લેવાયું ત્યારે બીજી બાજુ નર્મદના નામ સાથે જોડાયેલી સાઉથ ગુજરાત યુનિવર્સિ‌ટીના કેમ્પસમાં નર્મદના ઘરની રેપ્લિકા બનાવવાનું પ્લાનિંગ પૂરું થયું, હવે એક વર્ષમાં રેપ્લિકા રેડી થઈ જશે. જો કે, આમલીરાનમાં ફરી ઊભું થશે એ ઘર કે યુનિવર્સિ‌ટીની નર્મદના ઘરની રેપ્લિકામાં ફરી પાછો એક અભૂતપૂર્વ ઇતિહાસ આળસ મરડીને ઊભો ચોક્કસ જ થશે.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....

Narmad paper replica of the house work done
ઈતિહાસનું રિસ્ટોરેશન

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.. કેટલાંક કર્મો વિષે ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે, હજી સમય નથી આવિયો, ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે
Narmad paper replica of the house work done
મેમરીલેન
મેં એના વાઇબ્રેશન્સ અનુભવ્યા છે


એ વખતે હું આંઠ વર્ષનો હતો, ત્યારે પહેલીવાર મને ગજેન્દ્ર શંકરલાલ શંકરે નર્મદનું ઘર બહારથી બતાવ્યું હતું. એ વખતે આખા શરીરમાં રોમાંચ વ્યાપી ગયો હતો. ખૂબ મોટા કવિના ઘરની સામે હું ઊભો હતો. આ ઘર નર્મદે જાતે જ બંધાવ્યું હતું. એનો નકશો પણ એમણે જાતે જ તૈયાર કર્યો હતો અને નામ પણ જાતે જ આપ્યું હતું, 'સરસ્વતી મંદિર’ એ પછી તો આ ઘરમાં હું વારંવાર જતો. ત્યાં બેસીને મિત્રો સાથે કલાકો સુધી સાહિ‌ત્યની ચર્ચાઓ કરતો અને કવિતાઓ વિશે વાતો કરતો. હવે નર્મદનું ઓરિજીનલ ઘર તો રહ્યું નથી, એની રેપ્લિકા બની રહી છે એ આનંદની વાત છે.

 
Narmad paper replica of the house work done
ફ્યુચર લેન
અદ્દલોઅદ્દલ જૂના ઘર જેવું જ હશે..


'યુનિવર્સિ‌ટીમાં ભણતી એક સ્ટુડન્ટે ડિસ્ટીંકશન સાથે ગ્રેજ્યુએશન કર્યું, એ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગઇ અને એને ઇન્ટરવ્યૂમાં પૂછાયું કે, 'કવિ નર્મદને ઓળખો છો?’ અને એ કોઇ જવાબ ના આપી શકી. આ વાત મારા સુધી પહોંચી અને મને વિચાર આવ્યો કે જે કવિના નામ સાથે યુનિવર્સિ‌ટીનું નામ જોડાયું છે એના વિશે આજની પેઢી કશું ન જાણે એ કેમ ચાલે? અને મેં યુનિવર્સિ‌ટીમાં જ નર્મદના ઘરની રેપ્લિકા તૈયાર કરવાનો વિચાર કર્યો. આ રેપ્લિકા બનાવવા માટે કોર્પોરેશને મદદ કરી અને હવે ટૂંક સમયમાં જ આ રેપ્લિકા રેડી પણ થઇ જશે. આ સાથે એક અનોખું મ્યૂઝીયમ પણ તૈયાર કરીશું.

 
Narmad paper replica of the house work done
ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા, પહેલો શબ્દકોષ નર્મદે લખ્યો

નર્મદ અર્વાચીન યુગના નકશાનું પ્રારંભ બિંદુ છે. નર્મદે ૧૮પ૦માં કોલેજમાં સૌ પ્રથમ બુધ્ધિવર્ધક સભાની સ્થાપના કરી. ગુજરાતી સાહિ‌ત્યનો પહેલો લેખ 'મંડળીઓમાં જવાથી થતા લાભ’ લખ્યો, ૧૮૬૪માં સૌથી પહેલું અખબાર 'ડાંડિયો’ પાક્ષિક શરૂ કર્યું. ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોષ પણ નર્મદે લખ્યો અને 'મારી હકીકત’ ટાઇટલ સાથે ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા પણ નર્મદે જ લખી.

નવું ઘર આવું હશે

નર્મદના આ ઘરનું નામ 'નર્મદ ભવન’ હશે.
આ ઘર નર્મદના ૧૪૮ વર્ષ જૂના ઘર જેવું જ આબેહૂબ હશે.
એક મ્યૂઝીયમ પણ બનાવવામાં આવશે.
એક ઓડિટોરિયમ બનાવાશે, જેમાં નર્મદના જીવન ચરિત્ર પર શોર્ટ મુવી બતાવવામાં આવશે. મેઇન હોલમાં ૧પ ફૂટ ઉંચાઇ ધરાવતા છ ડિસપ્લે એરિયા હશે, જેમાં નર્મદની કવિતાઓ, હસ્તપ્રતો, એવોર્ડ, પુસ્તકો મૂકવામાં આવશે.


નર્મદના જમાનાનો જ માહોલ ઊભો કરાશે

નર્મદભવન ૧૦૨ સ્ક્વેર મીટરમા તૈયાર થશે તેમજ ઓડિટોરીયમ ૨૦૨ સ્કવેર મીટરમાં તૈયાર થશે. તેમા નર્મદના જમાનાનો માહોલ ઉભો કરાશે. નર્મદની પ્રતિમા વસ્ત્રો, પગરખાની પ્રતિકૃતિ, હસ્તપ્રતો ડિસપ્લે કરાશે. ઘરમાં એના ગીતો વગાડવામાં આવશે.  – ભરત પટેલ, આર્કિટેક્ટ-
X
Narmad paper replica of the house work done
Narmad paper replica of the house work done
Narmad paper replica of the house work done
Narmad paper replica of the house work done
Narmad paper replica of the house work done
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App