• Gujarati News
  • Murder Case Charges Two Women Two Day Remand In Bardoli

હત્યાના ગુનામાં પકડાયેલી બે મહિલાને બે દિ’ના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હત્યાના ગુનામાં પકડાયેલી બે મહિલાને બે દિ’ના રિમાન્ડ
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સોયાણી ગામે ગત જાન્યુઆરી 2013માં અજાણ્યા 45 વર્ષીય યુવાનની માથાના ભાગે તેમજ ચહેરા ઉપર ચપ્પુના ઘા કરી હત્યા કરાયેલી લાશ મળી આવવાના પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચે યુવાનની પત્ની અને અન્ય એક મહિલાની બાતમી આધારે ધરપકડ કર્યા બાદ પલસાણા પોલીસને કબજો સોંપતા પોલીસે બંને મહિલાને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં.
ગત જાન્યુઆરી 2013માં પલસાણા તાલુકાના સોયાણી ગામે 45 વર્ષીય અજાણ્યા યુવાનની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવવાના પ્રકરણમાં સુરત શહેરની ક્રાઈમ બ્રાંચની ટીમે આ યુવાન કતારગામના રવિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. અરવિંદની પત્ની મીનાએ તેના પતિની હત્યા કરાવી હોવાની હકીકત જાણવા મળી હતી.

આ હકીકતને આધારે જાણવા મળ્યું હતું કે અરવિંદ તેની સાવકી 11 વર્ષીય પુત્રી ઉપર નજર બગાડતો હોવાથી મીનાએ કતારગામ રવિરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતી શારદાબહેન જયરાજભાઈ હીરાણીની મદદથી પતિની હત્યા કરવા માટે નરેશ ગોટી નામના વ્યક્તિને સોપારી આપી હતી.નરેશે દારૂ પીવાના બહાને અરવિંદને રિક્ષામાં બેસાડી સોયાણી ખાતે લઈ ગયા બાદ તેની હત્યા કરી હતી. અને જેના બદલામાં મીના પાસે શારદાએ 1.20 લાખ રૂપિયા લીધા હતાં. આ હકીકતને આધારે પોલીસે મીના અને શારદાની ધરપકડ કરી પલસાણા પોલીસને કબજો સોંપતા પલસાણા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસે બંને મહિલાને આજરોજ પલસાણા કોર્ટમાં રજૂ કરી આ ગુનાનો વોન્ટેડ આરોપી નરેશ ગોટીની શોધખોળ માટે પૂછપરછ કરવા માટે રિમાન્