નાનાની હત્યા કરનારો દોહિ‌ત્ર ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામપુરા ગામે કૂવા ફળિયામાં રૂપિયા મુદ્દે બોલાચાલી બાદ દોહિ‌ત્ર ઉશ્કેરાઈ ગયો હતો હત્યા કરવામાં વપરાયેલું લાકડું પણ કબજે લેતી પોલીસ શામપુરા ગામે કૂવા ફળિયામાં રહેતા વૃદ્ધનું દોહીત્ર સાથે રૂપિયાની માંગણી બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા દહિ‌ત્રએ વૃદ્ધની લાકડી સપાટા મારી હત્યા કરી નાંખી હતી. હત્યાના આરોપીને મંગળવારે કામરેજ પોલીસે પકડી પાડયો હતો. આ કેસમાં હત્યા કરવામાં ઉપયોગમાં લીધેલું લાકડું પણ પોલીસે કબજે લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ તાલુકાના શામપુરા ગામે કૂવા ફળિયામાં રહેતા રામીબહેન રાઠોડના પતિ દિયાળભાઈ છોટુભાઈ રાઠોડ તથા નાની દીકરીનો મોટો પુત્રી સંજય છગનભાઈ રાઠોડ (૨૪) રવિવારના રોજ તાપી નદીમાં નાવડી ઉપર કામ માટે ગયો હતો. ત્યાંથી રાત્રિના ઘરે પરત આવ્યા બાદ ફળિયામાં બેસવા માટે ગયો હતો. રાત્રિના ૧૧.૦૦ કલાકે દિયાળભાઈ તથા રામીબહેન સંજય જમવા બેઠેલો ત્યારે દિયાળભાઈએ સંજય પાસે પૈસાની માંગણી કરી હતી. સંજયે દિયાળભાઈને જણાવ્યું કે તમને ૮૦૦ રૂપિયા સહાય મળે છે તે ક્યાં છે. દિયાળભાઈએ જણાવ્યું કે ઘરમાં અનાજ ભરાવું જેમાં પૈસા વપરાય ગયા છે. જમ્યા બાદ ઘરની બહાર આંગણામાં નીકળી દિયાળભાઈને લાકડીના સપાટા મારી શરીકે ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ દિયાળભાઈ સૂઈ ગયા હતાં અને સવારે તેમની પત્ની રામીબહેન તેમને જગાડવા જતાં તેઓ જાગ્યા ન હતાં. રામીબહેને કામરેજ પોલીસમાં પતિના હત્યા અંગે ગુનો નોંધાવ્યો હતો. હત્યારો સંજય ઘટના બાદ નાસી છૂટયો હતો. જેને મંગળવારે કામરેજ પોલીસે પકડી પાડયો હતો. પોલીસે હત્યામાં વપરાયેલું લાકડું કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.