• Gujarati News
  • More Than 500 St Bus Running To Saurashtra And North Gujarat

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે વધુ 500 ST બસ દોડાવવાનો નિર્ણય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે વધુ 500 ST બસ દોડાવવાનો નિર્ણય
રિટર્ન ટિકિટમાં 10 ટકા અને ગ્રુપ બુકિંગ માટે 5 ટકા ડિસ્કાઉન્ટ
ખાનગી બસોની ઉઘાડી લૂંટને પહોંચી વળવા એસટી તંત્ર સજ્જ

સુરત: દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્રવાસીઓ તેમજ ઉત્તર ગુજરાતથી આવીને સુરત વસેલા લાખો લોકો વતનની વાટ પકડે છે. જેઓના ધસારાને ધ્યાનમાં લઇને દર વર્ષે એસટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન તો થાય છે પરંતુ ખાનગી લક્ઝરી બસોના ઉઘાડી લૂંટના નેટવર્ક સામે એ કમનસીબે વામણું જ પૂરવાર થતું હોય છે. આ વર્ષે એસ.ટી. દ્વારા વધુ 500 જેટલી બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા દાહોદ વિસ્તારમાં દોડાવશે. મુસાફરોને આકર્ષવા એસટી તંત્ર દ્વારા રિટર્ન ટિકિટ લેનારાઓ તથા 4થી વધુ મુસાફરોના એકસાથે બુકિંગ કરાવનારાઓ માટે ડિસ્કાઉન્ટ ઓફરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર માટે સુરતથી સીધી ટ્રેન સુવિધા તથા એસ.ટી.ની ટ્રિપોની ફીકવન્સી ઓછી હોવાથી મુસાફરોને ખાનગી લક્ઝરી બસો પર આધાર રાખવો પડે છે. જેનો લાભ ઉઠાવીને ખાનગી બસ સંચાલકો દ્વારા દશ ગણા સુધી વધારે ભાડું વસૂલવામાં આવે છે.સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતવાસીઓ દિવાળી વેકેશન માણવા વતન જવાની તૈયારી શરૂ કરી ચુક્યા છે. એસ.ટી. વિભાગ દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ તથા અન્ય મુસાફરોના દર વર્ષના ધસારાને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ 500 જેટલી એસટી બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા દાહોદ દોડાવવાનો નિર્ણય કરાયો છે. વધારાની મૂકવામાં આવેલી એસ.ટી. બસો તા.19 થી 22 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે.