ખેડૂતોને એકમદીઠ વધુ વળતર આપતા પપૈયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખેડૂતોને એકમદીઠ વધુ વળતર આપતા પપૈયા
- પોષક આહારની દ્રષ્ટિએ પાક પપૈયા પાચક, રેચક, પિત્તનાશક અને પોષણશ્રમ ગણાય છે
રફળપાકોમાં પપૈયા પાંચમા નંબરનો અગત્યનો ટૂંકા ગાળાનો રોકડીયો પાક છે. તેની વ્યાપારીક ખેતી ખુબ પ્રચલિત છે. અને એકમ દીઠ વધુ આર્થિ‌ક વળતર આપતો મહત્વનો પાક છે. પોષણ આહારની દ્રષ્ટિએ પાકા પપૈયા પાચક, રેચક, પિત્તનાશક અને પોષણક્ષમ ગણાય છે. પપૈયાના કાચ ફળોમાંથી મળતું પેપીન મુખ્યત્વે ઔષધો તેમજ ઔદ્યોગિક બનાવટોમાં વપરાય છે. આ પૈપીનની આડપેદાશને લીધે સમગ્ર વિશ્વમાં તે અગત્યનું ફળ ગણાય છે.
પપૈયાની પાક સામાન્ય રીતે ભારત, શ્રીલંકા, બર્મા તાઈવાન, પેરૂ ફ્લોરીડા, ટેક્સાસ કેલિફોનિયા દક્ષિણ આફ્રિકા કેન્યામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં બીજા રાજ્યોની સરખાણીએ રાજસ્થાન, બિહાર અને આસામમાં તેનું વાવેતર થાય છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક અને ગુજરાત રાજ્યમાં પણ પપૈયાનો પાક મહત્વનો ગણાય છે. જેને કારણે ખેડૂતો પપૈયાની ખેતી તરફ પણ વળ્યાં હોવાનું જાણવા મળે છે.
આગળ વાંચો, પપૈયા માટે કેવું હવામાન અનુકૂળ હોય છે