• Gujarati News
  • MBA Marcus Mistake 70 Percent Of The Students Failed

એમબીએના માર્કસ ગણવાની ભૂલથી ૭૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એમબીએના માર્કસ ગણવાની ભૂલથી ૭૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર
- યુનિવર્સિ‌ટીને આખરે જાહેર કરેલું પરિણામ ફરી ખેંચવાની ફરજ પડી


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગના રેઢિયાળ કારભારનો વધુ એક પુરાવો મળ્યો હતો. એમબીએના પ્રશ્નપત્રમાં માર્કસ ગણવાની ભૂલને કારણે ૭૦ ટકા વિદ્યાર્થી‍ઓ ફેઇલ થઈ ગયા હતા. હવે આ પરિણામ
સુધારીને બહાર પાડવાની પ્રોસેસ યુનિવર્સિ‌ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટી દ્વારા તાજેતરમાં જ એમબીએ, સેમેસ્ટર-૧ની સોફટ સ્કીલ અને સેમેસ્ટર-૩ની સ્ટ્રેટેજી ફોર માઇક્રો સ્મોલ એન્ડ મિડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝ સબજેક્ટનું પેપર હતુ. આ પેપરના પરિણામમાં લોચા મારતા વિદ્યાર્થી‍ઓ દોડતાં થઈ ગયા હતા. યુનિવર્સિ‌ટીને ભૂલ સમજાવતા આખરે પરિણામ બીજી વખત બહાર પાડવાનું નક્કી કરાયું હતું.

એમબીએની પરીક્ષા પધ્ધતિ સાવ વિચિત્ર
ફાઇનલમાં ૩પ માર્કસનું પેપરનુ પેપર કાઢવામાં આવે છે અને તેને ચકાસ્યા બાદ વિદ્યાર્થી‍ઓને જે માર્કસ આવે તેને બમણાં કરી દેવાય છે. આ પરીક્ષા પધ્ધતિ બદલવા એક ભલામણ પણ છે પરંતુ યુનિવર્સિ‌ટીએ તેને માળિયા પર ચઢાવી રાખી છે.

પરિણામમાં લોચો શું થયો?
પેપર ચકાસ્યા બાદ માર્કસ ડબલ કરી દેવાના હતા અને પછી પરિણામ બહાર પાડવાનું હતુ પરંતુ પેપર ચકાસણીમાં માર્કસ ડબલ જ ન કર્યા અને ૩પ માર્કસમાંથી જે માર્કસ વિદ્યાર્થી‍ઓના આવ્યા હતા તેના જ આધારે પરિણામ બહાર પાડી દીધું. એટલે કુલ ૧૨૦માંથી ૭૭ વિદ્યાર્થી‍ઓ નાપાસ થઈ ગયા. આ ભૂલ બાદ હવે યુનિવર્સિ‌ટી માર્કસ ડબલ કરીને પરિણામ બહાર પાડશે. આ પરિણામમાં બે વિદ્યાર્થી‍ નાપાસ થાય એમ છે.