સુરતમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતાં તબિબ ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોમિયોપેથી ડીગ્રી ધરાવતા ડો.મીતા સયાની તથા ડો.આશીષ વીસીયા પાસે રજીસ્ટ્રેશન ન હતું બંન્ને તબીબોએ ૨૭ ઓગસ્ટ સુધીમાં ૬૦ ગેરકાયદે કેસો ક્ર્યા હોવાની ચોંકાવનારી માહિ‌તી વરાછાના લંબેહનુમાન રોડ પર આવેલા દેવ પ્રસૂતિગૃહ અને હોસ્પિટલ ખાતે જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીની ટીમે રેડ પાડી ગેરકાયદે ગર્ભપાત કરાવતા બે તબીબોને ઝડપી પાડયા હતા. વરાછા પોલીસ મથકે બંને તબીબો વિરુદ્ધ મેડીકલ ટર્મિ‌નેશ ઓફ પ્રેગ્નેન્સી(એમટીપી)એક્ટ અંગેનો કેસ દાખલ કરી અટક કરાઈ છે. જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.જે.કે.ભટ્ટે લંબેહનુમાન રોડ પર આવેલી સંતોષીનગરમાં દેવ પ્રસૂતિ ગૃહ અને હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવાતો હોવાની ફરિયાદ મળતા રેડ પાડી હતી. રેડ દરમિયાન હોસ્પિટલના માલિક અને ડોક્ટર મીતાબેન.એમ.સયાની તથા ડો.આશીષ દામજીભાઈ વીસીયા એમટીપી અંગેના રજીસ્ટ્રેશન વગર તેમની હોસ્પિટલમાં ગર્ભપાત કરાવતા હોવાનુ બહાર આવ્યું હતું.વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને ગર્ભપાતના કરાવવાના વધેલા વેપલા અંગેનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે હોમીયોપેથિક ડોક્ટરોએ ૨૭-૮-૧૨ સુધીમાં ૬૦ જેટલા ગર્ભપાતના કેસો ક્ર્યા હોવાની પણ ચોંકાવનારી માહિ‌તિ બહાર આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલગ અલગ સમાજોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બેટી બચાવો આંદોલનને લઈને સ્ત્રીભૂણ હત્યા અટકાવવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. બીજી તરફ આ રીતે ગેરકાયદે ગર્ભપાત કરાવતા તબીબો પકડાવાનો ત્રીજો બનાવ છે. અગાઉ પણ પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ રેડ કરીને બે તબીબોને પકડીને કેસ કર્યા હતા. ગર્ભપાત અંગેની જરૂરી માહિ‌તી ન પુરી પાડતાં રેડીયો લોજીસ્ટના સોનોગ્રાફી મશીનો પણ સીલ કરાયા હતા. તબીબો પાસે હતી હોમીયોપેથીની ડીગ્રી ડો.મીતાબેન એમ. સયાની તથા ડો.આશીષ દામજીભાઈ વીસીયા હોમીયોપેથિક ડીગ્રી ધરાવે છે. તેમ છતાં દેવ પ્રસૂતિગૃહ અને હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા. હોમિયોપેથીની ડીગ્રી ધરાવનારા તબીબો એલોપેથીની પ્રેક્ટિસ કરી શકતા ન હોવાં છતાં આ બંને તબીબો એ તો ગર્ભપાત અને તે પણ કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન કે માન્યતા વિના કરાવવા માંડતા જિલ્લા પંચાયતની ટીમે પગલા લીધા છે. ગુનો દાખલ કરી બંને તબીબની અટક કરાઈ જીલ્લા પંચાયતના આરોગ્યની ટીમે પાડેલી રેડમાં દેવપ્રસુતી ગૃહ અને હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરવામાં આવતુ હોવાનુ ઝડપાતા આ અંગેની વરાછા પોલીસ મથકે જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી જે.કે.ભટ્ટે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે વરાછા પોલીસે બંને તબીબો વિરુદ્ધ એમટીપી એક્ટ ૧૯૭૧મુજબ ગુનો નોંધી અટક કરી હતી. આ કેસમાં વધુ તપાસ પીએસઆઈ યુ.એચ.વસાવા ચલાવી રહ્યાં છે.