21 દીકરીઓના હાથે મહેંદી મુકાઈ ને બની ગયો વર્લ્ડ રેકર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
521 દીકરીઓના હાથે મહેંદી મુકાઈ ને બની ગયો વર્લ્ડ રેકર્ડ
સુરત: શહેરની સેવાભાવી સંસ્થા પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પિતાવિહોણી 111 કન્યાઓનાં સમૂહલગ્નનું આયોજન રવિવારે મોટા વરાછા ખાતે કરાયું છે. જે અંતર્ગત શુક્રવારે લગ્નને લગતી મહેંદી રસમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એકસાથે 521 દીકરીઓના હાથે એક જ સમયમાં મહેંદી મૂકવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડના પ્રતિનિધિ અન્ના ઓરફોર્ડ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નિરીક્ષણ કરીનેે આ મહેંદી રસમને ગિનીઝ બુકમાં સ્થાન તો આપ્યું જ હતું સાથે આવો રેકર્ડ જોઈને તેઓ પણ અભિભુત થઈ ગયા હતા. સુરતનું નામ પ્રથમવાર ગિનીઝ બુકમાં નોંધાયું છે. જેનો તમામ શ્રેય સવાણી ગ્રુપ દ્વારા દીકરીઓને અપાયો હતો.આ ઉપરાંત આ મહેંદી રસમમાં સ્વચ્છ ભારત મિશન અને બેટી બચાવોના મેસેજ પણ અપાયા હતા.