ઉચ્છલ: મોબાઈલ ન લઈ આપતાં પરિણીતાએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

મોબાઈલ ન લઈ આપતાં પરિણીતાએ ફાંસો ખાધો
ઉચ્છલ તાલુકાના રાવજીબુંદા ગામનો બનાવ

ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના રાજીબુંદા ગામે રહેતી પરિણીત મહિલાને તેના પતિ પાસે મોબાઈલની માંગણી કરતાં નહીં લાવી પતાં શુક્રવારના રોજ સાંજે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલના રાવજીબુંદા ગામની નવી દિલ્હી ફળિયામાં રહેતી મહિલા એલીશાબહેન મહેન્દ્રભાઈ કાથુડ (19) અને તેનો પતિ મહેન્દ્રભાઈ રામાભાઈ કાથુડ બંને પતિ – પત્ની ચલથાણ સુગરમાં શેરડી કાપવા માટે ગયા હતાં. સુગરમાંથી પૈસા લઈને પોતાના વતન બે દિવસ પહેલા પહોંચ્યા હતાં.દરમિયાન પત્ની એલીશાબહેનને સુગરમાંથી પૈસા આવેલ હતાં તેથી મોબાઈલની માંગણી કરી હતી. અને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી.

જેથી પત્ની એલીશાબહેન તેના માતા પિતા ઉચ્છલના લીબાસોટી ગામે રહેતા હતાં ત્યાં જઈ રહી હતી. જેથી તેના પિત મહેન્દ્ર અનેમિત્ર જોડે ગતરો લીબાસોટી પત્નીને લેવા ગયા હતાં. તેના માતા પિતાજી સાથે વાતચીત કરી પતિના ઘરે રાવજીબુંદા પરત ફર્યા હતાં.આ સમયે ગતરોજ બપોર પછી તેણીને ખોટું લાગી આવતાં પતિ સાથે રહેવાનું પસંદ ન હોવાથી પોતાના ઘરના આડીયા સાતે દોરી બાંધી એલીસાબહેને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. જે અંગેની ફરિયાદ તેના પતિ મહેન્દ્ર રામા કાથુડે ઉચ્છલ પોલીસ મથકમાં નોંધવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.