‘સુરતમાંથી ઘણું શીખવા મળ્યું’: શર્મન જોશી અને બમન ઇરાની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ‘ફરારી કી સવારી’ના શર્મન જોશી અને બમન ઇરાની સુરતમાં - બંનેએ સુરત અને સુરતીઓના હેલ્પફુલ નેચરની પ્રશંસા કરી ફિલ્મ ‘ફરારી કી સવારી’ના સ્ટાર્સ શર્મન જોશી અને બમન ઇરાની શુક્રવારે ફિલ્મના પ્રમોશન માટે સુરતમાં આવ્યા હતા. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણસમી ફરારી સુરતના બિઝનેસમેન જયેશભાઈ દેસાઈની છે ત્યારે બંને સ્ટાર્સે ફરારી, સુરત અને સુરતીઓ વિશે દિલ ખોલીને વાતચીત કરી હતી. શર્મન અને બમન સાંજે પાલમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે યંગસ્ટર્સ તેમની નજીક પહોંચી ગયા હતા. બમને કહ્યું હતું કે, મેં તો આ ફિલ્મમાં સચિનની ફેરારીનો જ આગ્રહ રાખ્યો હતો. ફિલ્મની સ્ટોરી વિશે બમન કહે છે કે, ‘શર્મન આ ફિલ્મમાં એક ફાધરનો રોલ કરી રહ્યા છે. જેનો સન સારો ક્રિકેટર છે. શર્મન તેની બધી જ ડિમાન્ડ્સ ફુલફીલ કરવા માટે શક્ય તમામ કોશિશ કરે છે. તેમની ફેમિલીમાં કોઈ લગ્નપ્રસંગે ફેરારીની જરૂર પડે છે, પણ લોઅર મિડલ કલાસ ફેમિલી ફેરારી માટે કેવી રીતે ફાઇનાન્શિયલ વ્યવસ્થા કરે? આખરે તે એક કલાક માટે ફેરારી લઈ આવે છે.’ સુરત અને શર્મન જોશીનું વર્ષો જુનું કનેકશન છે. શર્મન કહે છે કે, ‘મેં સુરતમાં આ પહેલાં ઘણા ડ્રામા કર્યા છે અને મને ઘણું શીખવા પણ મળ્યું છે. અહીંના લોકો ઘણા હેલ્પફુલ અને લિંવગ નેચરના છે.’ બમને કહ્યું હતું કે, ‘હું પારસી છું અને મને પણ ગુજરાતી આવડે છે’ ફેરારીને ખૂબ જ પેટ્રોલની જરૂર પડે છે અને હાલમાં જ પેટ્રોલના ભાવ વધી ગયા છે ત્યારે આ વિશે પૂછવામાં આવતાં બમને જવાબ આપ્યો હતો કે, ‘અમે ફરારી બહુ ચલાવી નહોતી. મોટા ભાગે એનું ટોઇંગ જ થતું હતું.’