અંતે માંડવી તાલુકા પંચાયતનું બજેટ મંજૂર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકીય અગ્રણીઓની ધમાલ જોતા તાલુકા પંચાયતની બજેટ સભામાં તોફાન થવાના એંધાણ વર્તાતા હતા
- ૪૦ લાખનું બજેટ માત્ર એક મિનિટમાં સર્વાનુમતે મંજૂર થતાં સૌ દંગ થઈ ગયા


માંડવી તાલુકાના પંચાયતની બજેટ સભામાં રાજકીય અગ્રણીઓના અંદાજ કરતાં સામાન્ય રૂખ જોવા મળ્યું હતું. તાલુકા પંચાયતનું તમામ સભ્યોની હાજરીમાં ૪૦ લાખથી વધુનું બજેટ એક મિનિટમાં સર્વામનુમત્તે મંજૂર થઈ જતાં સૌ દંગ રહી ગયા હતાં. અને ગાજ્યા મેઘ વરસ્યા નહીંનો ગણગણાટ થતો રહી ગયો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર માંડવી તાલુકા પંચાયત ઘણાં સમયથી રાજકીય વર્તુળોમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તેવા સંજોગોમાં ભાજપ - કોંગ્રેસના મર્યાદિત સભ્યોમાં જો-તોના ગણિતો ચાલતાં હતાં, પરંતુ બજેટને લગતી સામાન્ય સભામાં કંઈક નવી સ્થિતિના નિર્માણની ચર્ચા બૂમરેંગ સાબિત થઈ હતી.

નિર્ધારિત સમયે માંડવી તાલુકા પંચાયતના સભાખંડમાં સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે ચૂંટાયેલા સભ્યો તથા અધિકારીઓનું આગમન થઈ ચૂક્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ આનંદભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શરૂ થયેલી સભામાં વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ વસાવાએ શહીદોને અંજલિ આપવાનું જણાવતાં બે મીનીટ મૌન પાળી સભા આગળ ચલાવાઈ હતી. સભામાં યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી પી. વી. વસૈયાએ ગત સભાનું વાંચન કર્યું હતું. ત્યારબાદ એજન્ડા પરના કામ વાચનમાં લેતા ૨૦૧૨-૧૩ના સુધારેલા બજેટની આવક સ્વભંડોળ ૪૦,૧૯,૦૦૦ તથા ખર્ચ વિભાગ ૩૮,૦૯,પ૦૦ તેમજ ૨૦૧૩-૧૪નું મૂળ બજેટની આવક ૪૩,૮પ,૦૦૦ તેમજ ખર્ચ વિભાગ ૩૮,૧પ,પ૦૦નો અંદાજ પત્ર રજૂ કરાયું હતું.

આ બજેટ એક જ મિનિટમાં સર્વામનુમતે મંજૂર થઇ ગયું હતું. ત્યારબાદ વિરોધપક્ષ દ્વારા અન્ય પ્રશ્નોની કવાયત શરૂ કરતાં અધિકારી તથા અધ્યક્ષસ્થાનેથી આ બજેટ સત્ર હોય અન્ય કામો, એજન્ડા જણાવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી તાલુકા પંચાયતની બજેટલક્ષી સામાન્યસભા અંગે તર્ક વિતર્કો તથા રહ્યાં હતાં. પરંતુ સભ્યોમાં કોઈ પ્રકારનો ઉત્સાહ જણાતો ન હતો.

- બૌધાનની ગૌચરમાં માટી ચોરીનું પ્રકરણ ચર્ચાયું

માંડવી તાલુકામાં આવેલ બૌધાન ગામની ગૌચર જમીનનું વર્ષો જૂના પ્રશ્ન અને આજપર્યત ન ઉકેલાતા સભ્ય પ્રકાશભાઈ પટેલ સભામાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે બૌધાન ગૌચર જમીન બાબતે કાયદેસર કારવાની વસૂલાતમાં ૪,૧૯,૯૯પની સામે ૮૦,૦૦૦ વસૂલાયા છે. તે અંગે ખુલાસો માંગતાં ટીડીઓએ જરૂરી અભ્યાસ બાદ ૧પ દિવસમાં જ જવાબ આપવાનું જણાવ્યું હતું.