નરાધમે બગાડી દાનત ને બાળકીના કપડાં ઉતારી કર્યાં અડપલાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 બાળકી સાથે અડપલાં કરનારો નરાધમ ઝડપાયો

પાંડેસરાના અપેક્ષાનગરમાં રહેતા પિન્ટુકુમાર રામચંદ્ર રવાણીના ઘર આંગણે ગત ૧૪ મેના રોજ એક અઢી વર્ષની બાળકી રમી રહી હતી. આ બાળકીને જોઈને પિન્ટુની દાનત બગડી હતી. તે બાળકી પાસે ગયો હતો અને તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યાં હતાં.

બાળકી રડવા લાગતા તેની માતાને ખબર પડી ગઈ હતી. આ ઘટના અંગે બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે પિન્ટુ સામે અડપલાનો ગુનો નોંધ્યો હતો.

પોતાની કરતૂત ઉજાગર થઈ જતા પિન્ટુ ભાગી છૂટ્યો હતો, પરંતુ પીએસઆઈ એન. એલ. પાંડોરે તેને હાલ ઝડપી પાડયો છે.