જમીન સંપાદન પહેલા માર્કેટોના પાર્કિંગ ખુલ્લા કરાવો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંબાજીરોડ, હવાડિયા ચકલા વિસ્તારમાં પે એન્ડ પાર્ક બનાવવા માટે મરાઠા ચાલવાળી ૨પ મિલકતોની જમીન સંપાદન કરવાની દરખાસ્ત ઉપર સ્થાયી સમિતિમાં ભાજપના જ ર્કોપોરેટર દીપક આફ્રિકાવાલા બગડયા 'પહેલાં અંબાજીરોડ અને આસપાસમાં ૩૨ માર્કેટ્સના પાકિગ ખુલ્લા કરાવો, પછી જે જમીન સંપાદન કરવા માગો છો, ત્યાં ૧૦૦ વર્ષોથી રહેતાં સેંકડો લોકોના વસવાટની જગ્યા આપો. ત્યારબાદ પે એન્ડ પાર્ક માટે જમીન સંપાદન કરવાનો વિચાર કરાય’. ભાજપના ર્કોપોરેટર દીપક આફ્રિકાવાલાની આ દલીલને પગલે બુધવારે સ્થાયી સમિતિમાં અંબાજીરોડ વિસ્તારમાં પે એન્ડ પાર્કના નામે વર્ષોજૂની ચાલની જમીન સંપાદન કરવાની ઉપર બ્રેક મરાઈ હતી. કોટ વિસ્તારમાં અંબાજીરોડ પાસે પાલિકાએ પે એન્ડ પાર્ક બનાવવા માટેનો તુક્કો લડાવ્યો હતો. તે માટે હવાડિયા ચકલા વિસ્તારમાં ર્વોડ નં-૧૦ અને નોંધણી નં-૬પ૯થી ૬૭૮ અને ૧૨૪૮થી ૧૨પ૨થી નોંધાયેલી મિલકતની જમીન સંપાદન કરવા માટે બુધવારે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાઈ હતી. જોકે, આ દરખાસ્તને મુલતવી રાખવી પડી હતી. સ્થાનિક ર્કોપોરેટર દીપક આફ્રિકાવાલાની દલીલોએ ભાજપ શાસકોને નિર્ણય મોકૂફ રાખવાની ફરજ પાડી હતી. સ્થાયી સમિતિમાં તેમણે એવી દલીલ કરી હતી કે, આ ૨પ નોંધણી નંબર વાળી મિલકત મરાઠી ચાલ તરીકે ઓળખાય છે. જો આ ચાલની જગ્યાએ પે એન્ડ પાર્ક બનાવવું હોય તો પહેલાં અહીંના ર્વોડ નં-૯ અને ૧૦માં ૩૨ જેટલી કમર્શિ‌યલ માર્કેટ્સ છે. તેના બેઝમેન્ટમાં પાકિગ કવર કરી દુકાનો બનાવી દેવાઈ છે. તેને દૂર કરીને પહેલાં પાકિગ ખુલ્લાં કરાય. પાલિકાને મોટી આવક પણ થઈ શકશે. બીજું કે પાણીની ભીંત પાસે ગુંબજવાળી મસ્જિદ સામે ખુલ્લી જગ્યામાં, જૂની સિવિલ હોસ્પિટલની પાછળની દિવાલ પાસે, લાલા લજપતરાય બાગ પાસે, ગોપીપુરા મહિ‌લા વિદ્યાલય પાસે, લીમડાચોક તીનબત્તી પાસે હમણાં લોકો પાકિગ કરે જ છે. ખાનગીમાં ત્યાં રૂપિયા પણ વસૂલાય છે. ત્યાં પાલિકા જ પે એન્ડ પાર્ક માટેના કોન્ટ્રાક્ટ આપી શકે તેમ છે. સ્થાયી સમિતિમાં એવી દલીલ પણ કરાઈ હતી કે, આ ચાલમાં લોકો ૧૦૦ વર્ષ ઉપરાંતથી રહે છે. જો તેને દૂર કરવી હોય તો, પહેલાં ત્યાં વસવાટ કરતાં સેંકડો પરિવારોને વસવાટની જગ્યા આપવા માટેનું પહેલાં વિચારાય. આ સુચનો ઉપર પહેલાં અમલ કરો પછી કોઈના મકાનો તોડીને પે એન્ડ પાર્ક બનાવવા માટે આગળ વધો. આવી દલીલોને પગલે મામલો ગરમાયો હતો. છેવટે, દરખાસ્તને મોકૂફ રાખવાનું નક્કી કરાયું હતું.