તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાલયોમાં ભક્તોનુ ઘોડાપૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિવાલયોમાં ભક્તોનુ ઘોડાપૂર
- વહેલી સવારથી મોડી રાત સુધી મહાદેવ મંદિરોમાં મેળા જેવો માહોલ જામ્યો : શિવભક્તોની તરોફા, દૂધ, પંચામૃત, અને બિલીપત્ર, ધતુરાના ફુલ સહિ‌તના પૂજાપાથી ભોળાનાથને રિઝવવા આરાધના : કતારગામના કંતારેશ્વર મહાદેવ, ઉમરા ગામના રામનાથઘેલા મહાદેવ, રૂંઢનાથ મહાદેવ, ઈચ્છાનાથ મહાદેવ, તેમજ પાલ ખાતે પારદેશ્વર મહાદેવ સહિ‌ત મંદિરોમાં લાંબી ભક્તોની લાંબી કતારો લાગી


દેવાધિદેવ મહાદેવની ભક્તિ ઉપાસનાના પવિત્ર દિવસ તરીકે વેદ પુરાણોમાં જે દિવસનું સવિશેષ મહત્વ વર્ણવામાં આવ્યુ છે તે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી શહેરીજનોએ પરંપરાગત રીતે આસ્થાપુર્વક કરી હતી. વહેલી સવારથી જ શહેરના શિવાલયોણહતા. શહેરીજનોએ વિવિધ શિવાલયોમાં દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને હજારો લોકોએ ભોલેનાથના દર્શન કર્યા હતા.

શહેરના અત્યંત પૌરાણિક કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર, ઉમરાગામના રામનાથઘેલા મહાદેવ મંદિર, રૂંઢનાથ મહાદેવ , ઇચ્છાનાથ મહાદેવ અને પાલ પારદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ જોવા મળતો અને શિવભક્તોએ તરોફા, દૂધ, પંચામૃત, અને બિલીપત્ર, ધતુરાના ફુલ સહિ‌તના પૂજાપાથી ભોળાનાથને રિઝવવા પૂજા અર્ચન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો