તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભોળાનાથની ભક્તિમાં લિન બન્યાં ભક્તો
મહાવાશિવરાત્રિ પર્વ હોવાથી સુરત અને તાપી જિલ્લામાં શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી પંથકના શિવાલયોમાં શિવારાત્રિ નિમિત્તે ભક્તોની ભીડ જામી ભગવાન શિવના દર્શન માટે લાંબી લાઈનો લગાવી શિવલિંગની પૂજા અર્ચના કરી ધન્યતા મેળવી હતી. વ્યારાના વિવિધ શિવાલયો સાથે પંથકના બાલપુર ગામના કદમેશ્વર મહાદેવના મંદિર મેળો ભરાતા ભક્તોના ઘોડાપુર ઉમડયું હતું.
સુરત જિલ્લામાં આજરોજ શિવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ અતિપ્રાચીન પૌરાણીક શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો સાથે વાતાવરણ શિવમય બન્યું હતું. દિવસ દરમિયાન ચાલેલ વિવિધ પૂજા બાદ રાત્રિના સમયે ભગવાન શંકરને ઘીનું કમળ અર્પણ કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સુરત જિલ્લાના વિવિધ પ્રાચીન શિવાલયો કેદારેશ્વર, ગલતેશ્વર, વાઘેચા, ગાયપગલા સહિતના મંદિરોમાં શિવરાત્રિના પવિત્ર દિને શિવભક્તોએ શિવલિંગ પર અભિષેક કરી શિવજીની આરાધના કરી હતી. છેલ્લા ઘણા દિવસથી શિવરાત્રિની ઉજવણી માટે તૈયારીઓમાં મંડી પડયા હતાં. મંદિરોમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન શંકરની ચાર પહરની પૂજા બાદ શિવજીને ઘીનું કમળ અર્પણ કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.