જો તમે લોનવાળી ગાડી ખરીદવા વિચારતા હોય તો આ વાંચો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લોનવાળી ગાડી ખરીદી તો આફતના ભારા
- આરસીબુક પર એચ.પી. નંબર હોવો ફરજિયાત છે... કેમકે આ નંબરના આધારે જ જાણી શકાય છે કે ગાડી લોન પર છે કે નહીં, પરંતુ હાલમાં આરટીઓના કથળેલા કારભારના કારણે આરસી બુકમાં એચ.પી. નંબર પ્રિન્ટ જ નથી થતો
આરસી બુક પર લોન પર લેવાયેલા વાહનનો એચપી નંબર પાડવામાં આવે છે, જે કામગીરી આરટીઓમાં થતી હોય છે. જોકે, હાલમાં આરટીઓનો કારભાર સદંતર કથળી ગયો હોવાથી આ કામગીરી ઠપ થઈ છે. જેથી સેકન્ડ હેન્ડ વાહન ખરીદનારો માટે વાહનોના સોદા મુશ્કેલીરૂપ બની રહ્યા છે.
આરસી બુકમાં ઓનરનું નામ, સરનામું, ચસિસ નંબર વગેરેની એન્ટ્રી કરાતી હોય છે. આથી વિશેષ, જો કોઈએ ગાડી લોન પર ખરીદી હોય તો તે આરસી બુક જોઇને આજકલ ચોંકી રહ્યા છે. કેમકે સોફ્ટવેરના વાંકે આરસીબુક પર એચ.પી. (હાયપોથિકેશન) નંબરની એન્ટ્રી થતી જ નથી. આ નંબર આરસી બુક પર હોય તો તેના આધારે ખબર પડી શકે છે કે ગાડી લોન પર છે અને લોન આપનારી બેન્કનું આ નામ છે. અહીં પણ વીમા કંપનીઓ એચ.પી. નંબર બાબતે વાંધો ઉઠાવતી જોવા મળી રહી છે.
આ ઉપરાંત લોનવાળી ગાડી ખરીદનારને આરસી બુક જોયા બાદ એ જ સમજ નથી પડતી કે આ ગાડી લોનવાળી છે કે નહીં તેણે આ માટે ફરજિયાત સમય કાઢીને બીજી રીતે માહિ‌તી મેળવવી પડે છે. જો આરસી બુક પર એચ.પી. નંબરની એન્ટ્રી હોય તો સેકન્ડ હેન્ડ વાહન ખરીદનારનો સમય બચી શકે છે. ઉપરાંત તેઓ આવું વાહન ક્લિયર ટાઇટલવાળું સમજીને ખરીદતા પણ બચી શકે છે.
આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...