કોઠવા ગામે ૭ વર્ષીય દીપડી પાંજરે પૂરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માંગરોળ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ દીપડો દેખાવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય
- દીપડીના પાંજરાને ટ્રેક્ટર સાથે જોડીને ગામમાં ફેરવવામાં આવતાં લોકોમાં તેને જોવા માટે ઉત્સુકતા
- દીપડીના પાંજરાની ફરતે બે દીપડા ફરતાં હોવાનું ખેડૂતોએ જોતાં ફરી પાંજરુ મુકવા તજવીજ
માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં દીપડો દેખાવાના બનાવો બન્યાં છે. તેમજ લીંબાડા ગામે ગત દિવસોમાં દીપડો પકડાયો હતો. ત્યારબાદ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કોઠવા ગામે એક અઠવાડિયાથી દીપડો દેખાતો હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શનિવારે વહેલી સવારે ૭ વર્ષની દીપડી પૂરાઈ ગઈ હતી. ગામમાં પહેલી વખત દીપડા જેવું વન્ય પ્રાણી પાંજરે પૂરાયું હોવાની ઘટનાના કારણે ગ્રામજનોએ શનિવારે દીપડીને પાંજરા સાથે ગામમાં ફેરવવામાં આવી હતી.
માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી દીપડા દેખાવાના બનાવો બને છે. જેમાં ખાસ કરીને છેલ્લા મહિ‌નાભરમાં જ પહેલા ગળકાછ ગામે દીપડો પકડો હતો. ગત મહિ‌ને લીંબાડા ગામે એક દીપડો-દીપડી પકડાયા હતા. ત્યારબાદ ત્યાંથી સાત-આઠ કિલોમીટર દૂર આવેલા કોઠવા ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડા જેવા પ્રાણી દેખાતા હોવાની ફરિયાદો ઉઠી હતી.
કોઠવા ગામે અફઝલ મોહમદ ખાન પઠાણ નામના ખેડૂતના ખેતરમાં ખેડૂત અને મજૂરો પાણી પીવડાવવા જતાં દીપડાનો પરિવાર દેખાયો હોવાનું ઉપસરપંચ મોહંમદ લાલભાઈને જણાવ્યું હતું. જેને પગલે તલાટી સુરેન્દ્રસિંહે આ અંગે વાંકલના આરએફઓ એન.બી. વસાવાને જાણ કરી હતી. જેને પગલે દિવાળીના આગલા દિવસે કોઠવા ગામે પાંજરુ મૂકી તેમાં મરઘાનું મારણ મૂકાયું હતું. થોડા દિવસની મહેનત બાદ શનિવારે સવારે ખેડૂત અફઝલભાઈ જ્યારે ખેતરે ગયા હતા. ત્યારે પાંજરામાં દીપડી પૂરાયેલી હોવાનું જોવા મળ્યું હતું.પાજરા પાસે બીજા બે દીપડા પણ દેખાતા તેમમે આ અંગેની જાણ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ આ અંગેની જાણ વન વિભાગને કરતાં તેમણે કોઠવા ગામે આવી પાંજરાને કબજે લીધું હતું.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....