વાસણ સાફ કરતી મહિ‌લા સામે આવ્યો દીપડોને થયા આવા હાલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વાસણ સાફ કરતી મહિ‌લા સામે આવ્યો દીપડોને થયા આવા હાલ
- મહુવા તાલુકાના બારતાડ ગામનો બનાવ
- ચાર પાંચ દિવસથી સતત દીપડા અહીં આવે છે અને ગામમાં બે દીપડા ફરતા હોવાની ચર્ચા
- દીપડાના આતંકથી ભયભીત ખેતમજૂરો આખી રાત જાગતા બેસી રહ્યાં
મહુવા તાલુકાના બારતાડ ગામે આવેલા ગોળના કોલા પાસે છેલ્લા ચાર- પાંચ દિવસથી રોજ રાત્રિ દરિમયાન દીપડો આવી આરામ ફરમાવતા મજૂરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરુ મુક્યું છે, પરંતુ બે દીપડા પાંજરાની ફરતે ફરી ત્યાંથી પલાયન થઈ જાય છે. સોમવારે મોડી સાંજે કોલા પર કામ કરતી મહિ‌લા પોતાના પડાવ નજીક વાસણ સાફ કરી રહી હતી, ત્યાં તેની સામે આવી ત્રાડો નાંખતા મહિ‌લા ગભરાઈ ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ આખી રાત મજૂરો ભયથી જાગતા બેસી રહ્યાં હતાં.
બારતાડ ગામે ગોધરા ફળિયામાં આવેલા ગોળના કોલા પાસે છેલ્લા ચાર પાંચ દિવસથી દીપડો રોજ રાત્રિ દરિમયાન આવી શિકારનું મારણ કરી આરામ ફરમાવી ત્રાડો નાંખે છે, જેના પરિણામે મજૂરો ભયના ઓથમાં જીવી રહ્યાં છે. મજૂરોએ કોલા પરથી કામ છોડી જતા રહેવાનું કોલાના માલિકને જણાવ્યું છે. આથી કોલાના મલિક દ્વારા ત્વરિત વનવિભાગને જાણ કરી પાંજરુ મુકવા જણાવ્યું હતું. વેલણપુરથી પાંજરું લાવી કોલા નજીક મુકાયું હતું, પરંતુ હજી સુધી દીપડો પાંજરામાં પૂરાયો નથી.
ગત તા.૭ જાન્યુઆરીને સોમવારના રોજ સાંજે ૭.૦૦ વાગ્યાના અરસામાં ગોળના કોલા પર કામ કરતી લીલાબહેન નાથુભાઈ હળપતિ પોતાના પડાવ નજીક વાસણ માજી રહી હતી તે દરમિયાન અચાનક તેમની સામે આવી દીપડાએ ત્રાડ નાંખતા લીલાબહેન ગભરાઈ ત્યાંથી જતી રહી હતી. ત્યારબાદ બીજા મજૂરોને જાણ કરતાં મજૂરો પણ દીપડાથી ગભરાઈ આખી રાત તમામ મજૂરો જાગતા બેસી રહ્યાં હતાં. ત્યારે વનવિભાગ દીપડાને પાંજરે પુરી મજૂરો અને ગ્રામજનોને ભયમૂક્ત કરે એવી માંગ કરી રહ્યાં છે.
- દીપડો પણ હોંશિયાર બની ગયો
વનવિભાગ દ્વારા વેલણપુર ગામેથી પાંજરુ લાવી કોલા નજીક આવેલા નરેન્દ્રભાઈ પટેલના ખેતરમાં મુક્યું હતું, જેમાં મારણ તરીકે મરઘી મુકી હતી. પરંતુ ત્યારબાદ પણ દીપડો પાંજરાની ફરતે ફરી ત્યાંથી જતો રહે છે, પરંતુ પાંજરામાં પુરાતો નથી. જેથી મજૂરોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ભયના ઓથમાં દિવસો પસાર કરી રહ્યાં છે.
- દીપડા પડાવ પર આવી પહોંચે છે
લીલાબેહન હળપતિના જણાવ્યા અનુસાર બે દીપડા ફરે છે. લગભગ ત્રણ વર્ષના હોવા જોઈએ અને તેની ઉંચાઈ પણ અઢીથી ત્રણ ફૂટ જેટલા ઊંચા છે. છેલ્લા બે- ત્રણ દિવસથી અમારા પડાવ પર આવે છે.