ગેસ બોટલ લીકેજથી આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગેસ બોટલ લીકેજથી આગ
- ઓરણા ગામે આગમાં ઘરવખરી બળીને ખાખ, ૭૦ હજારથી વધુનું નુકસાન


ઓરણા ગામે સેન્ટ્રેલ બેંકની પાછળ આવેલ જૂની લાકડાંના મકાનમાં ગુરુવારના રોજ બપોરના ગેસનો બોટલ બદલી અચાનક લીકેજ થઈ ગયું હતું. આથી જોતજોતામાં ઘરમાં આગ લાગી જતાં ઘર વખરી અને કમ્પ્યૂટર બળીને ખાખ થઈ જતા અંદાજે ૭૦૦૦૦નું નુકસાન થયું હતું.

આ બનાવ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિ‌તી અનુસાર કામરેજ તાલુકાના ઓરણા ગામમાં પાદર ફળિયામાં રહેતા નિરંજનભાઈ જીવણદાસ મહંત જેઓ અમેરિકા રહે છે. જેમના ઘરમાં એકનો એક પુત્ર મયંક રહે છે. ગુરુવારના રોજ મહાશિવરાત્રિ હોવાથી નોકરી ઉપર રજા હોવાથી ઘરે હતાં. બપોરે આશરે ૨.૩૦ કલાકે પોતાના ઈસમો રસોડામાં ગેસનો બાટલો બદલતા હતાં ત્યારે અચાનક બાટલામાંથી ગેસ લીકેજ થયો હતો. જેને પગલે આગ લાગતાં જોતજોતામાં આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી.