નાટકે હસતાં હસતાં આપ્યો જિંદગીનો મેસેજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાટકે હસતાં હસતાં આપ્યો જિંદગીનો મેસેજ પંકજ પાઠકજીએ શ્રેષ્ઠ દિગ્દર્શનનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું, કિન્નરી ભટ્ટ અને સલીમ ઉપાધ્યાય પાત્રોચિત રહ્યા, દર્શકોને સરસ સંદેશો અને ખુશમિજાજ વાતાવરણ આપી આ નાટક સ્પર્ધાનું મજબૂત નાટક બની રહ્યું એસએમસી આયોજિત નાટ્ય સ્પર્ધામાં મંથન થિયેટસેg પ્રફુલ્લ ભાવસાર લિખિત અને પંકજ પાઠકજી નિર્દેશિત હાસ્ય નાટક ‘ચાલ લગાવ શરત’ રજુ કર્યું હતું. આ નાટક હસતું હસાવતું અને રમતું રમાડતું કોમેડી પુરવાર થયું. એટલું જ નહિ તેમણે સરસ સંદેશો આપીને દર્શકોને ખુશમિજાજ વાતાવરણ પણ આપ્યું હતું. કથા શરૂ થાય છે, સ્વર્ગ લોકમાં જ્યાં નારદ મુની (પ્રવીણ પાનપાટીલ), ભગવાન શ્રીકૃષ્ણ (ભાવિન ઠક્કર)ને મૃત્યુલોકના કળીયુગની વાત કરે છે અને કહે છે કે, લાંચ-ભ્રષ્ટાચાર, અનીતિ, િંહસાને લીધે પૃથ્વી પર જીવવું મુશ્કેલ બન્યું છે. પ્રભુએ જાતે આવીને નક્કી કરવું જોઈએ કે તેમણે નવો અવતાર લેવો જોઈએ કે નહીં. ભગવાન માને છે કે હજી બધુ રસાતાળ ગયું નથી અને નારદ અને ભગવાન વચ્ચે શરત લાગે છે કે, પૃથ્વીવાસીઓ સાવ ભ્રષ્ટ થયા છે કે નહીં. ઘણે ફરીને તેઓ એક મહેતા પરિવાર પર પસંદગી ઉતારે છે. અહીં જગદીશ મહેતા (પંકજ પાઠકજી) એક સરકારી અધિકારી છે. તે એવા વ્યૂહાત્મક વિભાગમાં કામ કરે છે કે ધારે તો લાંચના પૈસાથી ધનવાન થઈ જાય, પણ પ્રામાણિકતા તેમની મૂડી છે. તેમની પત્ની ગીતા (કિન્નરી ભટ્ટ) એક સામાન્ય ધર્મનિષ્ઠ ગૃહિણી છે. જે આખો દિવસ ભગવાનના ભજનમાં લીન રહે છે. દીકરો માધવ (મંથન ઉપાધ્યાય) કોલેજમાં ભણે છે. જગદીશનો મિત્ર આદર્શ (સલિલ ઉપાધ્યાય) તદ્દન આદર્શ વિનાનો છે. જે તોડપાણી કરીને આનંદથી જીવે છે. નારદજી જગદીશને નીતિથી ચલાયમાન કરવા જાતજાતના પેંતરા રચે છે. તે મકાનમાલિક, ગુંડો અને ઇન્સપેક્ટર બનીને જગદીશને કનડે છે. અંતે શરત કોણ જીતે છે? ભગવાન કહે છે કે, હું ક્યારેય ચમત્કાર કરતો નથી, પણ આજના સમાજની જે હાલત છે તેમાં પણ નીત્તિમત્તામાં આનંદથી જીવતા લોકો પોતે જ ચમત્કાર છે. નાટક બહુ સક્ષમ રીતે ભજવાયું. નિર્દેશકે સંગીત, પ્રકાશ, સુંદર ર્દશ્યરચનાથી ધાર્યું નિશાન પાર પાડ્યું છે. અભિનય ક્ષેત્રે સાહજિક અભિનય વડે પંકજ પાઠકજી અને ભાવિન ઠક્કર સરળ રહ્યા તો પ્રવીણ પાનપાટીલે અનેક ભૂમિકાનું વૈવિધ્ય સમજાવ્યું. કિન્નરી અને સલિલ પાત્રોચિત રહ્યાં. આ નાટક આખું પરિવાર સાથે મજાથી માણી શકે અને હસતા હસતા જીવન જીવવાનો સંદેશ આપી શકે છે. ઓડિયન્સ પોલ લગે રહો મુન્નાભાઈમાં ગાંધીજીને જે રીતે રજુ કરાયા એ જ રીતે આ નાટકે સત્ય અને કૃષ્ણના વિચારોને ઉજાગર કર્યા છે.- ઉર્મિલા શુક્લા, હાઉસ વાઇફ - પૂનમ પટેલ, સ્ટુડન્ટ ભગવાન શ્રીકૃષ્ણ અને જગદીશ મહેતા વચ્ચે અસ્તિત્વને લઈને થયેલી શબ્દોની લડાઈ સાંભળવાની મજા પડી. નાટકમાં રામની સીતા ડોટ કોમ સાઇટ રાવણે હેક કરી. લક્ષ્મણે શુરપંખાની ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ રિજેક્ટ કરી. એ વાર્તા ખુબ ગમી. - રોહિત પાંડે, સ્ટુડન્ટ ‘કોલેજમાં બાઇક લઇને જઇએ તો બે-પાંચ મિત્રોમાં વટ પડે પણ સારા માકgસ લાવીએ તો આખી કોલેજમાં વટ પડે’’ જેવા સંવાદો ગમ્યા. - પાયલ શર્મા, સ્ટુડન્ટ