બે માસમાં ૬ મોટી દુર્ઘટના, તંત્ર કેટલું જાગ્યું, કેટલું ઉંઘતું ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકાસની દોડ વચ્ચે આર્થિ‌ક પાટનગરની દશા બેઠી
ઘટનાઓમાં સપ્તાહના તમામ વાર આવી ગયા માત્ર શુક્રવાર જ બાકી


ગુરુવારે બનેલી ઓર્કિડ ટાવરની આગની ઘટના પાલિકા અને ફાયર બ્રિગેડ માટે પહેલી ઘટના નહતી. છેલ્લાં દોઢ જ મહિ‌નામાં આગ અને બિલ્ડિંગ તૂટી પડવાની ઉપરાછાપરી પાંચ ઘટનાઓ નોંધાઈ હતી. દરેક ઘટના વખતે હવે આ પગલાં ભરીશું, કે ભર્યા છે, તેવી જાહેરાતો કરાતી રહી હતી. કેટલાંક પગલાં ભરવામાં પણ આવ્યાં હતાં. છતાં ઘટનાઓનો સિલસિલો તો ચાલુ જ રહ્યો છે. બલકે અગાઉથી પણ વધુ ગંભીર ઘટનાઓ આકાર પામી રહી છે.
ગુરુવારે ઓર્કિડ ટાવરની ઘટના પછી પણ એવું ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીય માર્કેટોમાં દુકાનને બદલે ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે. પરિણામે સિન્થેટીક કાપડનો તોતિંગ જથ્થો મોટી આગના માટે જવાબદાર છે.
આગળ વાંચો ઘટનાઓનો વણથંંભ્યો સિલસિલો..