તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Land Payment Issue Two Killed Three Seriously Latest News Surat

ગોડાદરામાં જમીનનું પેમેન્ટ લેવા ગયેલા બેની હત્યા, ત્રણ ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ઘટના સ્થળે રડતા પરિવારજનો )
ગોડાદરામાં જમીનનું પેમેન્ટ લેવા ગયેલા બેની હત્યા, ત્રણ ગંભીર
ડીઆર ગ્રુપ જમીન લે વેચની ઓફિસમાં મારામારીમાં ચપ્પુથી હુમલો

સુરત: ગોડદરા વિસ્તારમાં આવેલી મણીભદ્ર સોસાયટી પાસેના શોપીંગ સેન્ટરની જમીન લે-વેચની ઓફીસમાં બે પક્ષો વચ્ચે જમીનને લઇને બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. જયા જોતજોતામાં બંને વચ્ચે વાત મારામારી સુધી પહોંચી જતા એક પક્ષના લોકોએ ચપ્પુ તથા લાકડાના ફટકા વડે પાંચ યુવાનો પર હુમલો કર્યો હતો. જેમા બેના મોત નીપજયા હતા. જયારે અન્ય ખાનગી હોસ્રીટલમાં સારવાર લઇ રહ્યા છે.ગોડદરા મેઇન રોડ પર આવેલી મણીભદ્ર સોસાયટીની બાજુમાં આવેલા માધવ શોપીંગ સેન્ટરના ત્રીજા માળે ડીઆર ગ્રુપના ધનજય ઉર્ફે બબલુ રાયની જમીન-લે વેચની ઓફીસ આવેલી છે.

સોમવારના સાંજના સમયે સદાશ્યામ વાસુદેવ પાઠક(ઉ.વ.46,રહે.અયોધ્યાનગરી પ્લોટ નં 15 નવાગામ ડીડોલી) તથા રાજેશ્વરી પ્રસાદ માતાબંધન દુબે(ઉ.44,રહે.ઠાકોરનગર સોસાયટી પ્લોટ નં 303 ડીંડોલી ફાટક પાસે) પેમેન્ટ લેવા માટે ધનજયની ઓફીસે ગયા હતા. જયા કોઇ વાતને લઇને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા ધનજયના માણસોએ બંને પર હુમલો કર્યો હતો. આ વાતની જાણ ગુલઝારી ઉપાધ્યાયને થતા તેનો પુત્ર વિજય તથા વિજય પાંડે ધનજયની ઓફીસ પર પહોંચી ગયા હતા. જયા વાત વધુ વણસી જતાં ધનજયના માણસોએ તિક્ષ્ણ હથિયાર તથા લાકડાના ફટકા વડે પાંચેય પર હુમલો કર્યો હતો.

જેમા સદાશ્યામ તથા રાજેશ્વરીને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓને સ્મીમેર હોસ્પીટલ ખસેડયા હતા. જયા બંનેનું ટુકી સારવાર બાદ મોત નીપજયુ હતુ. જયા બીજી તરફ ગુલઝારીલાલ, તેમનો પુત્ર વિજય તથા અન્ય વિજય પાંડેને ખાનગી હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડયા હતા. હાલ લીંબાયત પોલીસે આ બનાવમાં અજાણ્યા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આગળ વાંચો, 17 લાખના પ્લોટ બાબતે ઝઘડો થયો