તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે સુરત કાપડ ઉદ્યોગમાં લેબર શોર્ટેજ સર્જા‍શે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, દિલ્હીમાં ચૂંટણી હોવાથી કામદારો જલદી પરત નહીં આવે

ટેક્સટાઇલ ઉદ્યોગમાં રંગેચંગે દિવાળીના તહેવારની ઉજવણી થઈ ગઈ. વેપારીઓ વતન કે પ્રવાસની મજા માણવા પણ ઉપડી જશે, પણ દિવાળી પછી કામદારોની મોટા પાયે અછત ઉભી થવાની સમસ્યા વેપારીઓની ઉંઘ હરામ કરી નાંખશે.આમ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં ૧૦થી ૧પ દિવસનું વેકેશન રહેવાનું છે, પણ કેટલાંક રાજયોમાં વિધાનસભાની ચુંટણી હોવાને કારણે કામદારો જલ્દી પરત ફરે તેવી શક્યતા નથી.ઉપરાંત ઓરીસામાં પણ ઘણા કામદારોની ઘરવખરીને નુકશાન થવાને કારણે આ રાજયના લેબર પણ સુરત મોડા આવશે.

આ વખતે નવેમ્બર તથા ડિસેમ્બર મહીનામાં છતીસગઢ, મિઝોરમ, રાજસ્થાન મધ્યપ્રદેશ અને દિલ્હીમાં વિધાનસભાની ચુંટણીઓ થવાની છે.દિવાળીના વેકેશનમાં વતન ગયેલા કામદારો ચુંટણીમાં જોતરાઈ જશે , કારણે કે કેટલાંક રાજયોમાં ચુંટણી વખતે તેમને તગડા રૂપિયા મળતા હોય છે.બીજુ કે અત્યારે પગારના અને બોનસના રૂપિયા પણ મળી ગયા છે.ટેક્સટાઇલ ઉદ્યોગકારો પાસેથી મળેલી માહિ‌તી મુજબ સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં છતીસગઢના કામદારો વધારે છે.

જયારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિવિંગ અને ટેક્સ્ચ્યુરાઇઝીંગ સાથે સકંળાયેલા કામદારોની સંખ્યા વધારે છે.ઓરીસામાં આ વખતે વાવાઝોડા અને પુરને કારણે ઘણા ગામડાઓમાં મકાનો ધ્વસત થઈ ગયા છે.એટલે ઓરીસાના કામદારો પણ પણ પહેલા પોતાના ઘરની વ્યવસ્થા કરીને પછી જ પાછા આવશે તેવી સંભાવના છે.વેપારીઓનું કહેવું છે કે,કામદારોની અછતની અસર એ પડશે કે જે કામદારો હાજર હશે તેને વેતન વધારે ચુકવવુ પડશે,પ્રોડકશન ઘટવાને કારણે કાપડના ભાવ પણ વધશે.