સ્વિમિંગ કોમ્પિટિશનમાં સુરતીઓનો પાણીદાર પ્રયાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ માહકુંભની સેમીફાઇનલની શરૂઆત મંગળવારથી થઇ હતી. જેમાં રાજ્યનાં શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે ફાઇનલ માટે જંગ જામ્યો હતો. મંગળવારે સ્વિમિંગ અને વોલીબોલની સ્પર્ધાઓ યોજાઇ હતી. ગાંધીનગર ખાતે યોજાનારી ફાઇનલ સ્પર્ધામાં પહોંચવા માટે દરેક સ્પર્ધકોએ મનભરીને મહેનત કરી હતી. આ ફોટો જોગાણી નગર ખાતે આવેલા વીરસાવરકર સ્વિમિંગ પૂલમાં યોજાયેલી સ્વિમિંગ કોમ્પિટિશનનો છે. આ કોમ્પિટિશન જોવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીરઃ જિતેન્દ્ર જડિયા