કાશ્મીર માટે રાહત સામગ્રીમાં પણ રાજકારણ રમાતાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીર માટે રાહત સામગ્રીમાં પણ રાજકારણ રમાતાં રોષ

સુરત: ભાજપ ઉપર કશ્મીરની કુદરતી આફતમાં રાહત મોકલવામાં પણ ગંદી રાજનીતિ કરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. સુરત એરપોર્ટ ઉપર કશ્મીર માટેની રાહતસામગ્રીમાં કમળની છાપવાળી ઘઉંની થેલીઓ દેખાતા આ આરોપ લગાવાયો હતો.શહેર કોંગ્રેસે બુધવારે ભાજપ સામે ગંદી રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો. વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સોલંકી અને પ્રવક્તા અસલમ સાયકલવાળાએ કહ્યું હતું કે, કશ્મીરના લોકો માટે રાહતસામગ્રી મોકલાઈ રહી છે.

એરપોર્ટ ઉપર આ રાહતસામગ્રી ખડકવામાં આવી છે. તેમાં એકબાજુ કમળના નિશાનવાળી અનાજની બેગ્સ છે અને બીજીતરફ ફ્રોમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, સુરત જિલ્લો એમ લખેલા સ્ટીકર્સ મારવામાં આવ્યાં છે. કમળના બ્રાન્ડનું મેન્યુફેક્ચરિંગ કે પેકેજિંગ સ્થળ ક્યાંય જણાવાયું નથી. એટલું જ નહીં આ બેગ્સ ઉપર કમળના નિશાનની સાથે ‘ઈટ એન્ડ એન્જોય’ એવું સૂત્ર પણ લખવામાં આવ્યું છે. તેવું તેમણે ઉમેર્યું હતું. જોકે, કલેક્ટર ડો. રાજેન્દરકુમારે કહ્યું હતું કે, અમારા તરફથી મોકલાઈ રહેલી સામગ્રીમાં આવું કંઇ નથી.