• Gujarati News
  • Jemes And Jewllwery Councelleor Chairman Arrive In Surat

જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ ચેરમેન આજે સુરતમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડાયમંડ બિઝનેસ હાઉસ તેમની સમસ્યાઓની તથા ડાયમંડ ફેસિલિટી સેન્ટર,
- રત્ન કલાકારોના મુદે -રજુઆત કરાશેઇન્ડિયન ડાયમંડ ઈન્સ્ટ્યુટનો પદવીદાન સભારંભ


દેશના જેમ્સ એન્ડ જવેલરીના ચેરમેન અને ગીતાંજલિ જેમ્સના એમ.ડી. વિપુલ શાહનું મંગળવારે સુરતમાં આગમન થશે. ટૂંક સમયમાં આવી રહેલી ફોરેન ટ્રેડ પોલિસી મામલે તેમણે દેશના કેન્દ્રીય નાણામંત્રાલયને હાલમાં જ ભલામણો કરી હતી. તેઓ શહેરના ટોચના ડાયમંડ હાઉસીસોને ભાવિ ફોરેન ટ્રેડ પોલિસીથી વાકેફ કરશે. શહેરના ડાયમંડ ઉદ્યોગને નડતી સમસ્યાની ફરિયાદો પણ ચેરમેન વિપુલ શાહ સમક્ષ રજુ કરાશે.

ખાસ કરીને દેશ-વિદેશમાં સાકાર થતી ડાયમંડને સંલગ્ન લેટેસ્ટ મશીનરીઓની જાણકારી મેળવવા માટે ડાયમંડ ઈક્વિવપમેન્ટ નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવણીમાં કરાઇ રહેલા વિલંબ મામલે રજૂઆત કરાશે. આ ઉપરાંત ડાયમંડ વર્કર્સને આઇકાર્ડ આપવા સહિતની અન્ય સવલતો માટે પણ ચર્ચા-વિમર્શ કરાશે.

નિકાસનો આંક ૧૭ ટકા નીચે જવાની ગંભીર નોંધ લો

ઇન્ડિયન ડાયમંડ ઈન્સ્ટ્યુટના પદવીદાન સભારંભમાં વિપુલ શાહ વેસુ ખાતે મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દેશના નાણાં મંત્રાલયને જેમ્સ એન્ડ જવેલરી વતી વિપુલ શાહે રજૂઆત કરી હતી, જે મુજબ વર્ષ ૨૦૧૨માં ૧૭ ટકા જેટલો નિકાસનો આંક નીચો જવાની બાબતને કેન્દ્ર સરકારને ગંભીરતાથી લેવા જણાવ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર જે ટર્ન ઓવર ટેક્સ તથા પ્રોફિટ ટેક્સ વસૂલ કરે છે તેને ઉચ્ચક વસૂલવા માટે રજૂઆત કરાઇ છે.

આ ઉપરાંત જેમ્સ એન્ડ જવેલરીને એક્સપોર્ટ ક્રેડિટ ડોલરને બદલે રૂપિયામાં આપવા માટે આક્રમક રજૂઆત કરવામાં આવી છે. વિપુલ શાહનું આગમન શહેરભરના ડાયમંડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ બની રહેશે એવું ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે.