• Gujarati News
  • Jain Temple Is Friction Between Residents And Local Society Case In Surat

નિરવ શાહે જ ઉશ્કેરણી કરી હોવાના આક્ષેપ સાથે સોસાયટી રજૂઆત કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીજી તરફ જૈનો મહારાજ સાહેબ સાથે ચર્ચા કરી રણનીતિ ઘડશે

શુક્રવારે અડાજણના જૈન દેરાસર અને સ્થાનિક સોસાયટીનાં રહીશો વચ્ચે થયેલ બબાલમાં પોલિસે રાયોટીંગનો ગુનો નોંધીને ૨૬ની ધરપકડ કરી હતી જેમાં રવિવારે કલ્પના સોસાયટીના રહીશોએ આ મામલે પોતાનો પક્ષ રાખી રોષ ઠાલવ્યો હતો. રહીશો પોલિસ કમિશ્નરને રજુઆત કરશે. રહીશોએ શનિવારે આ મામલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી આ સમસ્યા છે

અને જૈન દેરાસર ખાતે આવેલ ઉપાશ્રયમાં રોકાતા જૈન આચાર્યો દ્વારા ગંદકી કરવામાં આવે છે અને ઉપાશ્રય આખે આખું ગેરકાયદેસર છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોએ સમગ્ર ઘટના માટેના મુખ્ય સુત્રધાર તરીકે કોર્પોરેટર નિરવ શાહને દોષીત માને છે અને તેમના દોરી સંચારથી બધુ થઇ રહ્યું છે. વધુમાં સ્થાનીક લોકોનો આક્ષેપ છે કે, જૈન ઉપાશ્રયનો કોર્મશીયલ વપરાશ થઇ રહ્યો છે અને વગર પરમીશને લાઉડ સ્પીકર તથા માઇકનો પણ ઉપયોગ થઇ રહ્યો છે.

સ્થાનીક સોસાયટીના રહીશોનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા એક થી દોઢ મહિ‌નામાં સોસાયટીનાં રહીશો અને જૈન સમાજ વચ્ચે છ થી સાત વાર ઉગ્ર બબાલ થઇ છે અને કોર્પોરેટર નિરવ શાહની રાજકીય વગને કારણે સોસાયટીના રહીશોનો અવાજ કોઇ સાંભળતું નથી અને ભાજપ હાઇ કમાન્ડને પણ ફરીયાદ કરવા છતાં કોઇ નિવેડો આજદીન સુધી આવ્યો નથી.

શુક્રવારની બબાલમાં પોલિસે કર્યું પંચનામું
શુક્રવારે અડાજણ ખાતે જૈન દેરાસર અને કલ્પના સોસટીના રહીશો વચ્ચે થયેલ બબાલમાં ઘટનનાં બે દિવસ બાદ પોલિસે પંચનામું કર્યુ હતું અને સોસાયટી તથા જૈન આગેવાનોનાં નિવેદન પણ લીધા હતાં અને આગળની તપાસ આરંભી હતી.