• Gujarati News
  • Jain Initiation Festival Mahdi Celebration By Muslim Girls

જૈનોના દીક્ષામહોત્સવ પહેલા મહેંદી રસમમાં દેખાયો કોમી એકતાનો રંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( દીક્ષાર્થીઓનાં હાથમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા મહેંદી મુકવામાં આવતાં કોમી એકતાનો રંગ પણ જોવા મળ્યો હતો )
જૈનોના દીક્ષામહોત્સવ પહેલા મહેંદી રસમમાં દેખાયો કોમી એકતાનો રંગ
1 ડિસેમ્બરે તાપીનગરમાં યોજાનાર જૈનોના ઐતિહાસિક દીક્ષામહોત્સવનો ભવ્ય પ્રારંભ
45 જૈન સંઘો અને સંસ્થાઓ દ્વારા દેશના 45 દીક્ષાર્થીઓનું અભિવાદન
સુરત: જૈન ધર્મના 522 વર્ષના ઇતિહાસમાં સુરતમાં પ્રથમવાર યોજાઈ રહેલા એકસાથે 45 સામૂહિક દીક્ષાના ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં ગુરૂવારે આચાર્ય ભગવંતો અને વિવિધ આગેવાનોની નિશ્રામાં 40થી વધુ જૈન સંઘો અને 5 સમાજસેવક સંસ્થાઓ દ્વારા દીક્ષાર્થીઓનું બહુમાન કરાયું હતું તેેમજ મહેંદી રસમ યોજાઈ હતી. જૈનધર્મનાં 522 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહેલા ઐતિહાસિક દીક્ષા સમારોહનું આયોજન તાપીનગરે કરવામાં આવ્યું છે. જેમાં જૈનધર્મના 7 મુખ્ય આચાર્ય ભગવંતો જિનચંદ્ર સૂરીજી, યોગતિલક સૂરીજી, મહાબલીસૂરીજી, ગચ્છાધિપતિ પુણ્યપાલ સૂરજી, ભવ્યભૂષણ સૂરીજી, વજ્રભૂષણસૂરીજી અને કુલચંદ્રસૂરીજીની નિશ્રામાં દેશના 45 દીક્ષાર્થીઓ આગામી 1 ડિસેમ્બરે સંયમ માર્ગનો સ્વીકાર કરશે. જેને લઇ પીપલોદ આધ્યાત્મનગરી ખાતે ઉત્સવોનો ઉમંગ શરૂ થઈ ગયો છે.

ગુરૂવારે 45 દીક્ષાર્થીઓની મહેંદી રસમ યોજાઈ હતી. જેમાં તમામ દીક્ષાર્થીઓનાં હાથમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા મહેંદી મુકવામાં આવી હતી. આમ જૈનોના આ મહોત્સવમાં કોમી એકતાનો રંગ પણ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે રાત્રે આધ્યાત્મનગરી ખાતે શહેરના 40થી વધુ જૈન સંઘ અને 5 સામાજિક સંસ્થાઓ દ્વારા તમામ દીક્ષાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતભરમાંથીઆવેલા 71 કુશળ વાદકો દ્વારા વાજિંત્રપૂજા કરાઈ હતી અને સાંજે 1100 વર્ષ પહેલા થઇ ગયેલા સિદ્ધર્શીગણી દ્વારા રચાયેલા અમર સાહિત્ય રચના પરથી પ્રેરિત અને 45 પાત્રોવાળી જીવંત દ્વશ્યાવલી રજૂ થઈ હતી.
રાજ્યપાલો-મુખ્ય મંત્રી હાજર રહેશે
30 નવેમ્બરના રોજ યોજાનાર ભવ્ય સંગીત સંધ્યામાં દેશના

ટોચના 71 સંગીતકારો પોતાનું સંગીત તો રજૂ કરશે જેમાં કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા, ઉત્તરાખંડના અઝીઝ કુરેશી, ગુજરાતના ઓમપ્રકાશ કોહલી અને મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ હાજર રહેશે.
જિનાલયશણગારમાં દોઢ માસ લાગ્યા
ભવ્ય જિનાલયને જ બનતા અંદાજે એકથી દોઢ મહિના જેટલો સમય લાગ્યો હતો અને તેમાં કરાયેલી કારીગરી અદ્દલ પાલીતાણાનાં અજિતનાથ પર્વત પર બિરાજમાન ભગવાન જેવી જ બનાવાઈ છે. પ્રભુની ભવ્ય આંગી અને જિનાલયનો શણગાર જોઈને કોઇપણ જૈન-અજૈન તેના વખાણ કર્યા વગર નથી રહી શકતાં.