આઇટીને ૪૦ બેંક લોકરોમાંથી વધુ ૪.૬૦ કરોડ મળી આવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હજુ પણ ૧૭ જેટલા લોકરો ખોલવાના બાકી

આવકવેરા વિભાગે પંદર દિવસે પહેલાં શહેરના અગ્રણી ગ્રુપ પર પાડેલાં દરોડા દરમ્યાન સીલ કરેલા પ૭ બેંકરો લોકરોમાંથી ૪૦ લોકરો ઓપરેટ કર્યા હતા. અધિકારીઓને રૂપિયા આ લોકરોમાંથી રૂપિયા ૨.૪પ કરોડ રોકડા અને રૂપિયા ૨.૧પ કરોડની જવેલરી સહિ‌ત કુલ ૪.૬૦ કરોડની બેનામી આવક મળી હતી.

ડીડીઆઇ વિંગે પંદરેક દિવસ પહેલાં ડાયમંડ અને બિલ્ડર ગ્રુપોના ૩૮ સ્થળોએ દરોડા પાડીને તે વખતે રૂપિયા ૧૨૦ કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું.સાથોસાથ આ દરોડા દરમ્યાન અધિકારીઓએ પ૭ હેંક લોકરો પણ સીલ કર્યા હતા. દરોડાની કામીગીરી પુરી થયા બાદ લોકરોની તપાસ શરૂ થઈ હતી.આઇટી અધિકારીઓએ કહ્યું હતું કે,અત્યાર સુધીમાં ૪૦ બેંક લોકરોની તપાસ થઈ ચુકી છે.જેમાંથી કેશ અને જવેલરી સહિ‌ત કુલ ૪.૬૦ કરોડની બેનામી આવક મળી છે. હજુ ૧૭ લોકરો ખોલવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં પણ આઇટી દ્વારા આ તપાસ કાર્યવાહી જારી રખાશે.

- માર્ચ મહિ‌ના પહેલાં ટાર્ગેટ પુરો કરવાનો છે

આવકવેરા અધિકારીઓએ કહ્યું હતુ કે, સુરત આવકવેરા વિભાગને આ વર્ષે રૂપિયા ૩૨૬પ કરોડનો ટાર્ગેટ અપાયો છે. ૧૦મી માર્ચ સુધીમાં વિભાગે ૨૪પ૦ કરોડની કરની આવક મેળવી લીધી છે.બે સપ્તાહ પહેલા બિલ્ડરો અને ડાયમંડ ગ્રુપો પર જે દરોડા પડ્યા હતા, તેમાં ઘણા બીજા બિલ્ડરોના ઇન્ટર કનેકશન પણ મળ્યાં છે.આગામી દિવસોમાં બિલ્ડરો પર વધુ તવાઈ આવે તો નવાઈ નહીં.