• Gujarati News
  • Investigation Success To Murder Case Of Lady In Surat

સગરામપુરામાં યુવાનની બે મહિ‌ના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સગરામપુરાના શંખેશ્વર કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી નેમસિંહ ચૌહાણ નામના શખ્સની હત્યા કરાયેલી લાશ બે માસ પહેલા મળી આવી હતી

સગરામપુરામાં શંખેશ્વર કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં એક શખ્સની માથાના ભાગે પત્થરના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અઠવા પોલીસે હત્યાનો ગુનો દાખલ ક્ર્યો હતો પરંતુ હત્યાનો ગુનો અનડિટેક્ટ રહ્યો હતો આ બનાવ અંગે ક્રાઈમબ્રાંચને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળતા બે માસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. શંખેશ્વર કોમ્પલેક્ષમાં નિદ્રાધિન રમેશ ઉર્ફે કાલુ ચૌધરીના ખિસ્સામાંથી નેમસીંહ ચૌહાણે રૂપિયા ચોરવાનો પ્રયાસ કરતા રમેશે જાગી જતાં માથાના ભાગે પત્થર મારી હત્યા કરી નાખી હતી.

ક્રાઈમબ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પીએસઆઈ સી.એમ.કુંભાણી સ્ટાફના માણસો સાથે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કો.ભરતસિંહ ગોહિ‌લ તથા પો.કો. હીતેન્દ્રસિંહ અમરસિંહને મળેલી બાતમી આધારે આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌધરીને ઝડપી પાડયો હતો. આરોપીની પુછપરછ દરમિયાન તેણે બે માસ પહેલા સગરામપુરાના શંખેશ્વર કોમ્પ્લેક્ષમાં નેમસીંહ રામદસરથ ચૌહાણ નામના ઈસમની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. બે માસ પહેલા શંખેશ્વર કોમ્પલેક્ષમાંથી પત્થરોના ઘા મારી નેમસીંહની લાશ મળી આવતા અઠવા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. જોકે, છેલ્લા બે માસથી ગુનો અનડિટેક્ટ હતો. જોકે, ક્રાઈમબ્રાંચની ટીમે હત્યારા રમેશ ઉર્ફે કાલુને ઝડપી પાડી હત્યાનો ગુનો ઉકેલી કાઢયો હતો.

પૈસા ચોરતી વખતે નેમસિંહ જાગી જતા હત્યા કરાઈ હતી

ક્રાઈમબ્રાંચેની તપાસમાં આરોપી રમેશ ઉર્ફે કાલુએ કરેલી કબુલાતમાં તે સગરામપુરાના શંખેશ્વર કોમ્પલેશ્રમાં ઘટનાને દિવસે સુતો હતો. દરમિયાન નેમસિંહ ચૌહાણે આવી સુતેલા રમેશના ખિસ્સામાંથી રૂપિયા ચોરવાનો પ્રયાસ ક્ર્યો હતો. પરંતુ ખિસ્સા ફંફોસવા જતાં રમેશ જાગી ગયો હતો અને ઉશ્કેરાઈ જઈને ચોરી કરવા આવેલા નેમસિંહને પત્થર વડે માથામાં ઘા કરી હત્યા કરી નાંખી હતી.

આ મર્ડર કેસમાં અગાઉ એકની ધરપકડ થઈ ચુકી છે

સગરામપરામાં નેમસિંહની હત્યા પ્રકરણમાં પોલીસે અગાઉ રૂસ્તમ લક્ષ્મણ વસાવાની ધરપકડ કરેલી હતી, પણ મુખ્ય આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌઘરી નાસતો ફરતો હતો.પોલીસને બાતમી મળી હતી કે રમેશ સૈયદપરા પાસે આવેલી એક ફુટપાથ પાસે છે.ગુરુવારે બપોરે ૩ વાગે પોલીસે રમેશને સૈયદપરામાંથી ઝડપી પાડયો હતો. આમ નેમસિંહની હત્યામાં પોલીસે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી છે.